Teachers day 2019: 5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ, કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ?
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આજે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસ રૂપે મનાવવામાં આવે છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આજે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસ રૂપે મનાવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરુતનિ સ્થળે થયો હતો જે ચેન્નઈથી 64 કિમી ઉત્તર-પૂર્વમાં છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવતા પહેલા તેમણે પોતાના જીવનના 40 વર્ષ અધ્યયને આપ્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણનનુ માનવુ હતુ કે શિક્ષક વિના વ્યક્તિ ક્યારેય પણ મંઝિલ સુધી ન પહોંચી શકે એટલા માટે વ્યક્તિના જીવનમાં એક શિક્ષકનુ હોવુ ખૂબ જરૂરી છે.

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ
ભારત રત્નથી સમ્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષકોને સમ્માન આપવા માટે પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ રૂપે મનાવવાની વાત કરી હતી એટલા માટે ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વના બીજા દેશોમાં આ તિથિઓ અલગ અલગ છે.

શિક્ષક દિવસ
તમને જાણીને નવાઈ લાગશે કે યુનેસ્કોએ અધિકૃત રીતે 1994માં શિક્ષક દિવસ મનાવવા માટે 5 ઓક્ટોબરનો દિવસ પસંદ કર્યો. એટલા માટે હવે વિશ્વના 100થી પણ વધુ દેશો આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવે છે.

ડૉ. રાધાકૃષ્ણન આખા વિશ્વને વિદ્યાલય માનતા હતા...
ડૉ. રાધાકૃષ્ણન આખા વિશ્વને એક વિદ્યાલય માનતા હતા. તેમનુ માનવુ હતુ કે શિક્ષણ દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરવામાં આવી શકે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પહેલા ઉપ રાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, મહાન દાર્શનિક, શ્રેષ્ઠ શિક્ષક, સ્કૉલર અને નેતા હતા. રાધાકૃષ્ણને એક ઉત્તમ શિક્ષાણવિદ હતા અને રાષ્ટ્રનિર્માણ કરવા માટે યુવાનોને તૈયાર કરવા માટે સમર્પિત હતા.

સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા
રાધાકૃષ્ણન 1931માં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ‘સર'ની ઉપાધિ આપવામાં આવી હતી પરંતુ આઝાદી બાદ તેમનુ ઔચિત્ય ડૉ. રાધાકૃષ્ણન માટે સમાપ્ત થઈ ચૂક્યુ હતુ. જ્યારે તે ઉપરાષ્ટ્રપતિ બની ગયા તો સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 1954માં તેમને તેમની મહાન દાર્શનિક તેમજ શૈક્ષણિક ઉપલબ્ધિઓ માટે દેશનું સર્વોચ્ચ અલંકાર ‘ભારત રત્ન' આપ્યુ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
