For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2014માં રાહુલ, અખિલેશ, વરૂણની આકરી પરીક્ષા

|
Google Oneindia Gujarati News

rahul-akhilesh-varun
દેશના યુવાન રાજકારણી ચહેરાઓમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા બાદ વરૂણ ગાંધીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવતા હવે એટલું તો નક્કા થઇ ગયું છે કે આ વખતે લોકસભા ચૂંટણી 2014માં વિપક્ષ ગાંધીની સામે ગાંધીને ઉભા રાખવાના મૂડમાં છે.

ગાંધી નહેરુ પરિવારના બંને યુવા નેતાઓએ માત્ર એકબીજાનો સામનો નથી કરવાનો. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનો સામનો પણ કરવાનો રહેશે. આ કારણે અખિલેશ યાદવે પણ ફરી એકવાર પોતાની રાજકીય ક્ષમતાની આકરી કસોટી આપવી પડે એવી સ્થિતિ સર્જાઇ છે.

વિધાનસભા ચૂંટણીઓમાં અખિલેશ યાદવે જે રીતે પોતાની રાજકીય કુશળતાછી સમાજવાદી પાર્ટી (સપા)વે ઉત્તર પ્રદેશમાં બહુમત અપાવ્યો, તેને જાળવી રાખવી એક પડકાર હશે. લોકસભા ચૂંટણી 2014 યોજાય ત્યાં સુધી સફળતાને જાળવી રાખવી એ સપા માટે એટલું સરળ કાર્ય નથી. કારણ કે વિધાનસભા ચૂંટણીમાં તે સમયે સપાને સફળતા મળવાનું એક મોટું કારણ તત્કાલિન બસપા સરકાર પણ હતી.

હવેની સ્થિતિ જોઇએ તો ઉત્તર પ્રદેશમાં એક વર્ષથી સપા સરકાર છે. આ એક વર્ષમાં તેની કામગીરીની અસર સીધી લોકસભા ચૂંટણીના પરિણામ ઉપર પણ પડશે. બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી હોય કે ભાજપના વરુણ ગાંધી, બંનેની નજર અખિલેશ યાદવની સરકાર પર રહેશે જ.

બીજી તરફ વિધાનસભાની ચૂંટણીઓમાં કોઇ ખાસ જાદુ નહીં ચલાવી શકનારા રાહુલ ગાંધીને હવે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કરિશ્મા દેખાડવાની આશા છે. તેમને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં સપા સરકારની કામગીરી કોંગ્રેસ માટે આગામી સમયમં મહત્વનો ચૂંટણી મુદ્દો બની રહેશે. કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સપા સરકારને ઘેરવાના પ્રયાસોમાં અન્ય દળોની સાથે કોંગ્રેસ પણ પાછળ નહીં રહે.

આ તરફ વરૂણ ગાંધીને ભાજપના મહાસચિવ બનાવવામાં આવતા કોંગ્રેસ અને સપા બંને પક્ષોમાં થોડી બેચેની ઉભી થઇ છે. કટ્ટર હિન્દુવાદી નેતાની છબી ધરાવતા નેતા વરૂણ ગાંધીના નિશાના પર સપા સરકારની કાર્યશૈલી રહેશે. આ ઉપરાંત વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં વરૂણ પોતાના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ચર્ચામાં રહ્યા હતા. આ માટે તેઓ જેલમાં પણ જઈ આવ્યા હતા.

વરૂણની ફાયર બ્રાન્ડ છબીને જોઇને માનવામાં આવે છે કે ભાજપના ટોચના નેતાઓ તેમના ધારદાર અને આગઝરતા ભાષણોનો ભરપૂર લાભ ઉઠાવવા માંગે છે. તેમને ઉત્તરપ્રદેશમાં આગળ કરીને ભાજપ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એમ બંનેને નિશાન બનાવશે. ભાજપ અખિલેશ યાદવને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઘેરશે તો રાહુલ ગાંધીને મોંધવારેના મુદ્દે પકડવામાં આવશે.

લાકસબા ચૂંટણીઓમાં ભાજપના નિશાન પર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ બંનેની સરકારો હશે. વરૂણ ગાંધી ઉપરાંત ભાજપની ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીની ઉત્તર પ્રદેશમાં સક્રિયતા પણ અખિલેશ યાદવ માટે ચિંતાનું કારણ બની શકે છે.

English summary
Hard test of Rahul, Akhilesh and Varun in coming lok sabha election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X