કોંગી નેતાએ સોનિયા ગાંધીની તુલના કરી માતા સીતા સાથે!

રાવતે જણાવ્યું કે સીતા પણ વિદેશી હતા. મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પગલે ભાજપની જાહેરાતોમાં વિદેશી ખેતરો અને માર્ગોનું પ્રદર્શન કરાયા બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા તો ભાજપે તેના જવાબમાં જણાવ્યું હતું કે તેમણે તો માત્ર તસવીરો વિદેશી લગાવી છે. જ્યારે કોંગ્રેસની કમાન તો વિદેશી મહિલાના હાથમાં છે.
ભાજપની આ ટિપ્પણીનો જવાબ આપતા રાવતે બુધવારે સોનિયા ગાંધીની તુલના માતા સીતા સાથે કરી નાખી. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે ચર્ચા કરમિયાન રાવતે બુધવારે જણાવ્યું કે 'આપણા ત્યાં માન્યતા છે કે કોઇ પણ સ્ત્રીના જ્યા લગ્ન થાય છે તો તે ત્યાની જ રહેવાસી માનવામાં આવે છે. તેને પણ એટલું સમ્માન મળે છે જેટલું વિસ્તારની અન્ય સ્ત્રીઓને મળે છે.'
હરીશ રાવતે આગળ જણાવ્યું કે સીતા પણ તો પાડોશી દેશ નેપાળની રહેવાસી હતી, પરંતુ ભારતમાં લગ્ન કરીને આવ્યા બાદ તેમને સમ્માન મળ્યું અને એટલું જ નહીં તે લોકોની આરાધ્ય પણ બની ગઇ.












Click it and Unblock the Notifications
