પિતાને આતંકવાદી કહેનારા પર વરસી સીએમ અરવિંદ કેજરીવાલની દીકરી

અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવા પર અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા કેજરીવાલે આકરો પલટવાર કર્યો છે.

દિલ્લી વિધાનસભાની ચૂંટણી આ વખતે નેતાઓની વિવાદિત નિવેદનબાજી માટે યાદ રાખવામાં આવશે. ભાજપ નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પ્રકાશ જાવડેકર સહિત ઘણા નેતાઓએ એવા નિવેદન આપ્યા જેના કારણે સમાચારોમાં રહ્યા. ભાજપ સાંસદ પ્રવેશ વર્મા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તો અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી દીધી. જાવડેકરે કહ્યુ કે ખુદ અરવિંદ કેજરીવાલે પોતાના આતંકવાદી હોવાના પુરાવા આપ્યા છે. અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવા પર અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા કેજરીવાલે આકરો પલટવાર કર્યો છે.

રાજકારણનુ નવુ નિમ્ન સ્તર

રાજકારણનુ નવુ નિમ્ન સ્તર

હર્ષિતા કેજરીવાલે કહ્યુ લોકો કે રાજકારણ ગંદુ હોય છે પરંતુ આ તો બહુ નિમ્ન સ્તરનું છે. શું લોકોને મફતમાં આરોગ્ય સેવા આપવી આતંકવાદ છે. જો બાળકોને શિક્ષણ આપવામાં આવે તો શું તે આતંકવાદ છે. જો લોકોને વિજળી, પાણીની સુવિધા આપવામાં આવે તો શું તે આતંકવાદ છે. મારા પિતા હંમેશાથી સમાજની સેવામાં લાગેલા છે. મને આજે પણ યાદ છે કે તે મને, મારા ભાઈ, મા અને દાદા-દાદીને સવારે 6 વાગે ઉઠાડી દેતા અને અમને ભગવત ગીતા વાંચવા માટે કહેતા હતા. તેમણે અમને માનવનો માનવ સાથે હોય ભાઈચારો ગીત શીખવાયુ. શું આ આતંકવાદ છે.

2 કરોડ લોકો પ્રચાર કરી રહ્યા છે

2 કરોડ લોકો પ્રચાર કરી રહ્યા છે

અરવિંદ કેજરીવાલની દીકરીએ કહ્યુ કે તેમને આરોપ લગાવવા દો, 200 સાંસદ, 11 મુખ્યમંત્રી લાવવા દો. માત્ર અમે નહિ પરંતુ 2 કરોડ સામાન્ય લોકો પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમે 11 ફેબ્રુઆરીએ જોઈશુ કે લોકોએ આરોપોના આધારે મત આપ્યા છે કે પછી કામના આધાર પર. તમને જણાવી દઈએ કે પ્રકાશ જાવડેકરે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યુ હતુ કે કેજરીવાલ માસુમ ચહેરો બનાવી રહ્યા છે અને લોકોને પૂછી રહ્યા છે કે શું હું આતંકવાદી છુ. પરંતુ હું કહેવા માંગુ છુ કે તમે આતંકવાદી છો, એના ઘણા પુરાવા છે. તમે પોતે કહ્યુ છે કે હું અરાજકતાવાદી છુ. અરાજકતાવાદી અને આતંકવાદીમાં બહુ ફરક નથી હોતો.

11 ફેબ્રુઆરીએ આવશે પરિણામો

11 ફેબ્રુઆરીએ આવશે પરિણામો

તમને જણાવી દઈએ કે આ પહેલા ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી હતી. એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે કેજરીવાલ જેવા નટવરલાલ, આતંકવાદી દેશમાં છૂપાયેલા બેઠા છે. અમારે એ વિચારવા માટે મજબૂર થવુ પડે છે કે અમે કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ સામે લડીએ કે પછી કેજરીવાલ જડેવા આતંકવાદીઓ સામે. પ્રવેશ વર્માના આ નિવેદન બાદ આપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે જ્યારે ચૂંટણીના પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X