For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાં બેસેલા ગોપાલ કાંડાને મળ્યું નિમંત્રણ, સિરસામાં લાગ્યા હોર્ડિંગ્સ

|
Google Oneindia Gujarati News

gopal-kanda
સિરસા, 3 નવેંબરઃબહુચર્ચિત ગીતિકા શર્મા આત્મહત્યા પ્રકરણમાં છેલ્લા દોઢ મહિનાથી પોલીસ હિરાસતમાં રહેલા ગોપાલ કાંડાને તેમના સમર્થકો દ્વારા એક કાર્યક્રમમાં હાજર રહેવાનું નિમત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમના સમર્થકોને આશા છે કે કાંડાની જામીન અરજીનો સ્વિકાર થઇ શકે છે. તેમના સમર્થકોએ સિરસા શહેરના વિભિન્ન વિસ્તારોમાં ગોપાલ કાંડા અને ગોવિંદ કાંડાની તસવીરો વાળા હોર્ડિગ્સ પણ લગાડ્યા છે.

નોંધનીય છે કે વર્ષ 2009માં સિરસા વિધાનસભા ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા ગોપાલ કાંડાએ ક્યારેય પાછળ વળીને નથી જોયું. ધારાસભ્ય બન્યા પછી પ્રદેશની કોંગ્રેસ સરકારને સમર્થન આપીને ગૃહ રાજ્યમંત્રી બની ગયા. સિરસામાં ભાગ્યે જ એવો કોઇ કાર્યક્રમ કે સમારોહ હશે જેમાં ગોપાલ કાંડા અથવા તેના ભાઇ ગોવિંદ કાંડાને બોલાવવામાં ના આવે અને શહેરમાં તેમના મોટા હોર્ડિંગ્સ અથવા કટઆઉટ્સ ના લાગ્યા હોય. પરંતુ સમય એવો ફર્યો કે પાંચ ઓગસ્ટે દિલ્હી નિવાસી એમડીએલઆર એરલાયન્સની પૂર્વ એર હોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા કરી લીધી અને તેના માટે ગોપાલ કાંડાને જવાબદાર ઠેરવવામાં આવ્યા.

આ ઘટના બાદ એવી ધમાલ મચી કે સાંજ સુધીમાં ગોપાલ કાંડા પૂર્વ મંત્રી થઇ ગયા અને થોડાક દિવસોમાં તેમણે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું અને હાલ તેઓ ન્યાયિક હિરાસતમાં છે. આ સમય દરમિયાન તેમના સમર્થકોની ગતિવીધિઓ ઓછી થઇ ગઇ અને શહેરમાંથી તેમના હોર્ડિંગ્સ પણ ગાયબ થઇ ગયા. પરંતુ અચાનક ગોપાલ કાંડાની તસવીરોવાળા હોર્ડિંગ્સ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. 14મી નવેમ્બરે યોજાનારા વિશ્વકર્મા દિવસ પર થનારા સમારોહમાં ગોપાલ કાંડા અને ગોવિંદ કાંડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રીત કરવામાં આવ્યાં છે. સિરસા શહેરમાં લગભગ ત્રણ મહિના પછી કાંડા બંધુઓના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં ગોપાલ કાંડાના સમર્થકોમાં ફરીથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમને આશા છે કે કોર્ટ દ્વારા ગોપાલ કાંડાની જામીન અરજીનો ટૂંક સમયમાં સ્વિકાર કરવામાં આવશે.

English summary
In an age where few marriages endure the test of time, a centurion Indian couple have lived in wedded bliss for 87 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X