Haryana Assembly Election 2024 : ખેડૂતો વિરૂદ્ધ કંગનાએ ઓકેલુ ઝેર બીજેપીને હરિયાણા હરાવશે? જાણો શું કહે છે સમીક
Haryana Assembly Election 2024 : ખેડૂત વિરોધી પાર્ટી બીજેપી ધીરે ધીરે ઉઘાડી પડી રહી છે. હવે બીજેપીના નેતાઓ જાહેરમાં ખેડૂતો વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યાં છે. હાલમાં જ કંગના રનૌતે ખેડૂતોને આતંકવાદી અને રેપિસ્ટ કહેતા હંગામો સર્જાયો છે.
હિમાચલની મંડી લોકસભા સીટથી સાંસદ કંગના રનૌતે એક ઈન્ટરવ્યુમાં ખેડૂતો આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાના આ નિવેદન બાદ વિપક્ષ બીજેપાી પર હમલાવર છે અને કંગના સામે કેસ નોંધવાની માંગ કરી છે.

બકવાસ નિવેદનો માટે કુખ્યાત કંગનાના આ બકવાસ બાદ વિવાદ વધી રહ્યો છે. વિવાદ વધતા બીજેપીએ સત્તાવાર રીતે કંગના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વાંધો ઉઠાવતા નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે, કંગનાને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
બીજેપીની આ એક્શન પાછળ કારણ એકદમ સાફ છે. બીજેપીને આવનારી ચૂંટણીમાં હરિયાણામાં હારનો સામનો કરવો પડે તેવી સ્થિતી સર્જાઈ ગઈ છે.
બીજેપી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. કંગના રનૌતના નિવેદનથી ભારતીય જનતા પાર્ટીએ અસહમતિ વ્યક્ત કરી છે.
પાર્ટી વતી કંગના રનૌતને ન તો પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી છે અને ન તો તે કોઈ નિવેદન આપવા માટે અધિકૃત છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે કંગના રનૌતને પાર્ટી દ્વારા ભવિષ્યમાં આવા નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, પહેલેથી જ ખેડૂત આંદોલનને કારણે બીજેપીને જાટ મતોનું નુકસાન વેઠવું પડ્યું છે. લોકસભા ચૂંટણીમાં આની મોટી અસર જોવા મળી છે. હરિયાણામાં જાટ વોટ 25 ટકા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પાંચ સીટોનું નુકસાન થયુ છે.
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 27 ટકા જાટ વોટ મળ્યા અને 23 ટકા વોટનું નુકસાન સહન કરવું પડ્યું. જ્યારે કોંગ્રેસને 64 ટકા જાટ વોટ મળ્યા અને 31 ટકાનો ફાયદો થયો. હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 36 બેઠકો પર જાટ મત અસરકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે બીજેપી માટે કંગના ગળામાં ફસાયેલી હડ્ડી બની ગઈ છે.












Click it and Unblock the Notifications
