Haryana Assembly Election 2024 : હરિયાણામાં કોંગ્રેસ-AAP અલગ ચૂંટણી લડશે? જાણો ક્યાં અટવાયો મામલો?

Haryana Assembly Election 2024 : હરિયાણાણાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સતત ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહી છે. હવે અહેવાલો છે કે બન્ને પાર્ટીઓ વચ્ચે વાતચીત અટકી રહી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સિવાય તમામ પક્ષોએ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અને સીટ શેરિંગ ફોર્મ્યુલા હજુ નક્કી ન થવાને કારણે અડચણો આવી રહી છે.

Haryana Assembly Election 2024

અહેવાલો અનુસાર, AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને વિવાદ ખતમ નથી થઈ રહ્યો. આ વિવાદનું કારણ આપ આદમી પાર્ટીની જીદ પણ છે. હરિયાણા કોંગ્રેસના નેતાઓ AAPને વધુ સીટો આપવા તૈયાર નથી, જેના કારણે બંને પાર્ટીઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે.

સુત્રો અનુસાર, કોંગ્રેસ વર્તમાન સીટ શેરિંગ ફોર્મ્યુલાને જાળવી રાખવા માંગે છે તો આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં થાય તો એકલા ચૂંટણી લડશે. જો કોંગ્રેસ AAPને વધુ બેઠકો ફાળવવા માટે સહમત નહીં થાય તો AAP હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 50 વિધાનસભા બેઠકો પરથી એકલા ચૂંટણી લડી શકે છે.

જો કે બંને પક્ષો ઈન્ડિયા બ્લોકનો ભાગ છે, જેમણે એકસાથે લોકસભાની ચૂંટણી લડી પરંતુ હરિયાણામાં ચૂંટણીનો મતભેદ સામે આવ્યો છે.

અહેવાલો અનુસાર, AAP રવિવારે આગામી ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે AAPએ 20 સીટોની માંગ કરી છે, જો કે કોંગ્રેસ માત્ર 5 સીટો આપવાના મૂડમાં છે.

હરિયાણા વિધાનસભાની તમામ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ઉમેદવારોએ 12 સપ્ટેમ્બર સુધીમાં નામાંકન ભરવાનું રહેશે. 8મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X