Haryana Assembly Election 2024: હરિયાણાથી અરવિંદ કેજરીવાલે ફૂંક્યું રણશિંગું, કહ્યું તો મને વોટ ના આપતા
Haryana Assembly Elections 2024: હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં જમ્મુ કાશ્મીરમાં પહેલા તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ટૂંક સમય પહેલા જેલમાંથી છુટેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. તેઓ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરીને આમ આદમી પાર્ટી માટે મત માંગી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ પહેલીવાર ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા છે. અરવિંદ કેજરીવાલ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે જગાધરી, યમુનાનગરમાં રોડ શો યોજી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ જગાધરીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર આદર્શ પાલ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેઓ રેલી અને રોડ શો કરીને જનતા પાસેથી સમર્થન માંગી રહ્યા છે.

આ રોડ શો પૂરો થતાંની સાથે જ અરવિંદ કેજરીવાલ જગાધરીમાં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જેલમાંથી મુક્ત થયા બાદ આ અરવિંદ કેજરીવાલનો પ્રથમ ચૂંટણી કાર્યક્રમ છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના રોડ શોની શરૂઆત જગધરી ઝંડા ચોકથી કરી હતી. આ રોડ શો ઈન્દ્રા કોલોની સુધી કરવામાં આવ્યો છે. કેજરીવાલ ઈન્દ્રા કોલોનીમાં જ જનતાને સંબોધન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી તમામ 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા ઈમોશનલ કાર્ડ રમવામાં આવી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલના જેલ જવાનો મુદ્દો ઉઠાવીને આમ આદમી પાર્ટી ઈમોશનલી મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હરિયાણામાં AAP વગર સરકાર બની શકે નહીં. જો હું ઈચ્છતો હોત તો જેલમાંથી છૂટ્યા બાદ પણ હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીને રહી શક્યો હોત.
જો તમને લાગે કે, હું પ્રમાણિક છું, તો જ મને મત આપો. હવે હું દિલ્હીનો મુખ્યમંત્રી ત્યારે જ બનીશ, જ્યારે દિલ્હીની જનતા મને ફરીથી ચૂંટશે.
અરવિંદ કેજરીવાલના આ રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ મોટા ચહેરાઓ તેમની સાથે જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે સમર્થકોએ શંખ પણ વગાડ્યા હતા.
આ સાથે કેટલાક સમર્થકોએ રોડ શોમાં બેન્ડ સાથે ધુન પણ વગાડી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, અરવિંદ કેજરીવાલનું વતન હરિયાણામાં છે. તેમના વડવા હિસારના ખેડા ગામમાં વસવાટ કરતા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
