Haryana VIP Seats: હરિયાણાની આ 11 વીઆઇપી સીટ પર સૌની નજર
Haryana VIP Seats Result: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 (Haryana Assembly Election Result 2024) માટે મતગણતરી ચાલી રહી છે. આજે વહેલી સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હરિયાણાની હૉટ સીટના શરૂઆતી રાઉન્ડમાં જુલાના સીટ પર વિનેશ ફોગટ, હિસાર સીટ પર સાવિત્રી જિંદાલ જેવી મહિલા ઉમેદવારો આગળ ચાલી રહી છે. બીજી તરફ અનેક એવી સીટ પણ છે જ્યાં બાહુબલીઓ પાછળ ચાલી રહ્યા છે.

શરૂઆતી વલણોમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. હરિયાણા વિધાનસભાની 90 સીટમાંથી કોંગ્રેસના 71 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર માત્ર 13 સીટ પર જ લીડ બનાવી શક્યા છે. જેજેપી ક્યાંય પણ આગળ નથી ચાલી રહી અને આમ આદમી પાર્ટીનાં પણ સૂપડાં સાફ થતાં જોવા મળી રહ્યાં છે. 2 સીટ પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
નાયબ સિંહ સૈની લાડવા ચૂંટણી રિઝલ્ટ (Nayab Singh Saini Ladwa Result)
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની સૌથી ચર્ચિત સીટ લાડવા છે. અહીં તાત્કાલિન મુખ્યમંત્રી નાયબ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે નાયબ સિંહ સૈનીની સામે લાડવાના ધારાસભ્ય મેવાસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત જોગા સિંહ ઉમરી, જેજેપીના વિનોદ કુમાર શર્મા, ઈનેલોના સપના બડશામી મેદાનમાં છે. જાન્યુઆરી 2024માં ભાજપ-જેજેપીનું ગઠબંધન ટૂટ્યું તો મનોહર લાલ ખટ્ટરને સીએમ પદેથી હટાવી નાયબ સિંહ સૈનીને મોકો આપવામાં આવ્યો હતો. સૈનીએ કરનાલ સીટથી પેટાચૂંટણી જીતી હતી. હવે કરનાલને બદલે લાડવાથી ચૂંટણી લડી રહ્યા છે.
ગઢી-સાંપલા-કિલોઈ સીટ (Garhi-Sampla-Kiloi Seat)
હરિયાણાની બીજી સૌથી ચર્ચિત સીટ ગઢી સાંપલા કિલોઈ સીટ છે. રોહતક જિલ્લાની આ હૉટ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ચૂંટણી લડી રહ્યા છે, જેમની સામે ભાજપના જિલ્લા પરિષદ સભ્ય મંજૂ હુડ્ડાને ઉતાર્યા છે, જેઓ ગેંગસ્ટરનાં પત્ની છે. કોંગ્રેસ અને હુડ્ડા પરિવારના ગઢ કહેવાતા રોહતક જિલ્લાની સીટથી બૂપેન્દ્રના પિતા રણવીર સિંહ હુડ્ડાએ વર્ષ 1968ની ચૂંટણી જીતી હતી. ભૂપેન્દ્ર સિંહ અને મંજૂ ઉપરાંત જેજેપીના સુશીલ દેશવાલ અને ઈનેલોના કૃષ્ણ પણ ઉમેદવાર છે.
ઉચાના કલાં સીટ (Uchana Kalan Seat)
પૂર્વ ડેપ્યૂટી સીએમ દુષ્યંત ચૌટાલાની સીટ ઉચાના કલાં પર પણ બધાની નજર છે. પાછલી વિધાનસભા ચૂંટણીમાં 10 સીટ જીતી કિંગમેકરની ભૂમિકામાં આવેલા દુષ્યંત ચૌટાલાની સામે કોંગ્રેસથી પૂર્વ સાંસદ બ્રજેન્દ્ર સિંહ, ભાજપથી દેવેન્દ્ર ચતુર્ભુજ અત્રી, આમ આદમી પાર્ટીથી પવન ફૌજી અને ઈન્ડિયન નેશનલ લોક દળથી વિનોદ પાલ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. હરિયાણાના જીંદ જિલ્લાની ઉચાના કલાં સીટ બાંગર બેલ્ટની સૌથી હૉટ સીટમાંની એક છે.
જુલાના સીટ (Julana Seat)
પેરિસ ઓલિમ્પિક 2024માં 100 ગ્રામ વજનને કારણે ફાઈનલથી બહાર થવું પડ્યું હતું તે મહિલા એથ્લિટ વિનેશ ફોગટને તો તમે જાણતા જ હશો. આ રેશલરે જુલાના સીટથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. તેમની સામે ભાજપના કેપ્ટન યોગેશ બૈરાગી અને આમ આદમી પાર્ટીના WWE પહેલવાન કવિતા દલાલ છે. જુલાના વિધાનસભા સીટ પર 2019માં જેજેપીના અમરજીત ઢાંડા જીત્યા હતા. આ સીટ ભાજપ ક્યારેય નથી જીતી શક્યું.
એલનાબાદ સીટ (Ellenabad Seat)
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં એલનાબાદથી કેટલાય ઉમેદવાર મોદાનમાં છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દેવીલાલના પૌત્ર અભય સિંહ ચૌટાલા ઈનેલાની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. હૉટ સીટ એલનાબાદમાં ભાજપના અમીર ચંદ તલવારા અને કોંગ્રેસના ભરત સિંહ બેનીવાલ પણ ચૂંટણી જંગમાં છે. સિરસા જિલ્લાની એલનાબાદ સીટ ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રભાવ વાળી સીટમાંની એક છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં અભય સિંહ ચૌટાલા આ સીટ 11922 મતથી જીત્યા હતા.
પંચકૂલા સીટ (Panchkula Seat)
હરિયાણાની હોટ સીટ પંચકૂલા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. અહીં વૈશ્ય વોટર હાર-જીતમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. પંચકૂલા સીટ પર હરિયાણાના પૂર્વ ડેપ્યૂટી સીએમ ચંદ્રમોહન બિશ્નોઈ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પાંચમી વખત ધારાસભ્ય બનવા માટે મેદાનમાં ઉતરેલા ચંદ્રમોહન ઉર્ફ ચાંદ મોહમ્મદ સામે ભાજપના જ્ઞાનચંદ ગુપ્તા, જેજેપીના સુશીલ ગર્ગ અને આમ આદમી પાર્ટીના પ્રેમ ગર્ગ ચૂંટણી લડી રહ્યા છે.
અંબાલા કૈંટ સીટ (Ambala Cantt Seat)
પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજની હાજરીએ અંબાલા કૈંટ સીટને પણ હૉટ સીટ બનાવી દીધી છે. છ વખત ધારાસભ્ય રહેલા અનિલ વિજ તો સીએમ પદ માટેનો પણ દાવો ઠોકી ચૂક્યા છે. અનિલ વિજ સામે કોંગ્રેસે પરવિંદ્ર સિંહ પરીને ટિકિટ આપી છે. આ ઉપરાંત કોંગ્રેસની બાગી ચિત્રા સરવારા પણ મેદાનમાં છે.
સીરસા સીટ (Sirsa Seat)
હરિયાણાના વિવાદિત નેતાઓમાંથી એક ગોપાલ કાંડા સિરસા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ એકમાત્ર સીટ છે જ્યાં ભાજપના ઉમેદવારે પાછીપાની કરી. ભાજપ ઉમેદવારે પણ ગોપાલ કાંડાના સમર્થનમાં પોતાનું નામાંકન પરત ખેંચી લીધું હતું. ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો સીધો મુકાબલો કોંગ્રેસના ગોકુલ સેતિયા સાથે છે. ગોપાલ કાંડાએ ઈનેલો અને બસપાનો સપોર્ટ પણ મેળવી લીધ છે.
હિસાર (Hisar)
ભાજપના બાગી અને દેશના સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ હિસારથી અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂ્ંટણી લડી રહ્યાં છે. સાવિત્રી જિંદાલનો દીકરો નવીન જિંદાલ કુરુક્ષેત્રથી ભાજપના સાંસદ છે, જેમણે પોતાની જ માતા સાવિત્રી જિંદાલના ચૂંટણી પ્રચારથી પણ દૂરી બનાવી લીધી છે. હિસાર સીટ પર જિંદાલ પરિવારનો પ્રભાવ રહ્યો છે. 1991થી 2009 સુધી આ સીટ પરથી જિંદાલ પરિવાર 5 વખત ચૂંટણી લડ્યો અને તમામ વખત જીત્યો પણ ખરો.
રાનિયા સીટ (Rania Seat)
રાનિયા સીટ પણ હોટ સીટ બની ચૂકી છે. કેમ કે ટિકિટ કપાય તે પહેલાં જ બગાવત કરનાર રણજીત ચૌટાલા આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પૂર્વ ડેપ્યૂટી સીએમ દેવીલાલના પુત્ર રણજીત ચૌટાલાએ ટિકિટ ના મળવાની સંભાવનાને લઈ પાર્ટી છોડી દીધી હતી. તેમની સામે ઈનેલોએ દેવીલાલના પ્રપૌત્ર અને પાર્ટીના વરિષ્ઠ નેતા અભય સિંહ ચૌટાલાના દીકરા અર્જુન ચૌટાલાને ટિકિટ આપી છે. ભાજપે શીશપાલ કંબોજ, કોંગ્રેસે સર્વ મિત્ર કંબોજ અને આમ આદમી પાર્ટીએ રાનિયાંને ટિકિટ આપી છે.
કૈથલ સીટ (Kaithal Seat)
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની હૉટ સીટમાંની એક કૈથલ સીટ પણ છે. કૈથલમાં પિતાની હારનો બદલો લેવા માટે દીકરો મેદાનમાં ઉતર્યો છે. અહીં સુરજેવાલા પરિવારની ત્રીજી પેઢી મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાનો દીકરો આદિત્ય કોંગ્રેસનો ઉમેદવાર છે. ભાજપે અહીં લીલારામ ગુર્જરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સતબીર સિંહ ગયત અને જનનાયક જનતા પાર્ટીએ સંદીપ ગઢીને ટિકિટ આપી હતી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
