Haryana Election 2024 : દુષ્યંત ચૌટાલા-ચંદ્રશેખરના કાફલા પર હુમલો, જાણો કોણે કર્યો?
Haryana Assembly Election 2024 : હરિયાણામાં ચૂંટણી પ્રચાર હિંસક થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને આઝાજ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર પર હુમલો થયો હોવાના અહેવાલ છે.
સમાચાર અનુસાર, દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદ 30 સપ્ટેમ્બરે રાત્રે રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન તેમની કાર પર હુમલો કરાયો.

હુમલામાં આઝાદ સમાજ પાર્ટી અધ્યક્ષ ચંદ્રશેખરની કારનો પાછળનો કાચ તુટી ગયો છે. ચંદ્રશેખર દુષ્યંત ચૌટાલાના સમર્થનમાં મત માંગવા માટે ઉચાના પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ હુમલો કરી દીધો.
આ હુમલા બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, પોલીસને તપાસ માટે એક કલાકનો સમય આપી રહ્યોં છું. હુમલાખોરને પકડો, ફક્ત એફઆઈઆર દાખલ ન કરો.
અહીં ચંદ્રશેખરે પોલીસ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમના પર હુમલો થયો છે, તેની જવાબદારી કોણ લેશે? પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે રોડ શો દરમિયાન અજાણ્યા લોકોએ હુમલો કર્યો અને વાહનો પર પથ્થરમારો કર્યો.
હુમલા બાદ સમાચાર ફેલાતા બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન બન્ને નેતાઓ કાર્યકર્તાઓ વચ્ચે જોવા મળ્યા.
જણાવી દઈએ કે, આઝાદ સમાજ પાર્ટીએ હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. જેજેપી 70 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડી રહી છે.












Click it and Unblock the Notifications
