Haryana Elections Result 2024 : કોંગ્રેસ કોને બનાવી શકે છે હરિયાણાના CM? જાણો કોનો દાવો કેટલો મજબુત?
Haryana Elections Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીનો જાદુ જોરદાર ચાલ્યો છે અને કોંગ્રેસ બહુમતિ મેળવી શકે છે.
કોંગ્રેસને બહુમતિ મળવાના એક્ઝિટ પોલ બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને દાવા શરૂ થઈ ગચા છે. કોંગ્રેસમાં કુમારી શૈલજા સાથે ભુપિન્દર હુડ્ડા અને રણદીપ સુરજેવાલા સહિતના સીએમ પદ માટે દાવો મજબુત કરી રહ્યાં છે.

દાવેદારોમાં સૌથી ચર્ચિત નામ કુમારી શૈલજાનું છે. એક સમયે અહેવાલો આવ્યા હતા કે કુમારી શૈલજા ટિકીટ વિતરણથી નારાજ થઈને બીજેપી સાથે જોડાઈ શકે છે. તે સતત મુખ્યમંત્રી પદ માટે દાવો કરતા રહ્યા છે.
આ પછી બીજુ નામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ મુખ્યમંત્રી ભુપિન્દર હુડ્ડા છે. ભુપિન્દર હુડ્ડાએ આ વખતે ટિકીટ વિતરણમાં મોટી ભુમિકા ભજવી છે. જો કોંગ્રેસ જીતશે તો હુડ્ડાનો દાવો મોટો હશે.
કોંગ્રેસના વફાદાર નેતાઓમાં આગળ પડતા નેતા રણદીપ સુરજેવાલાનું નામ પણ મુખ્યમંત્રી પદ માટે સતત આવતું રહ્યું છે. તેમણે પણ ઘણી વખત મુખ્યમંત્રી બનવાને લઈને સંકેતોમાં જવાબ આપ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે પાર્ટી જે નક્કી કરશે તે જ મુખ્યમંત્રી બનશે.
આ સિવાય એક નામ ભુપિન્દર હુડ્ડાના પુત્ર દિપેન્દ્ર હુડ્ડાનું પણ છે. અહેવાલો એવા પણ છે કે ભુપિન્દર હુડ્ડા દિપેન્દ્ર હુડ્ડાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. તે વારંવાર દિપેન્દર હુડ્ડાનું નામ આગળ કરતા રહ્યાં છે.












Click it and Unblock the Notifications
