શું નોટબંધીના કારણે નક્સલવાદને કંઇ અસર થઇ છે? લાગતું નથી!

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરીમાં ગૃહપ્રધાન મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે નક્સલીઓ હાલત નોટબંધીના કારણે કફોડી થઇ રહી છે. તેમણે કહ્યું કે નોટબંધીના નિર્ણયથી નક્સલીઓ પાસે પૂરતા નાણાં નથી કે જેના કારણે તે પોતાના ઓપરેશનને પાર પાડી શકે. વધુમાં આ સમયમાં નક્સલીઓના હુમલા પણ ઓછા થયા હતા. જો કે તે પછી આજે ત્રણ મહિના છે. જેમાં ખાલી છત્તીસગઢમાં જ બે ક્રૂર હુમલામાં સીઆરપીએફના 38 જવાનો શહીદ થયા છે. જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક નોટબંધીના કારણે નક્સલવાદને કોઇ રીતનું નુક્શાન નથી થયું અને તે બે રોક ટોક તેમના હુમલાઓને અંજામ આપી રહ્યા છે.

naxals

જો કે તે વાત પણ સાચી છે કે નક્સલથી પ્રભાવિત ગામોની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે તે ગામ 106થી ઓછા થઇને 68 થઇ ગયા છે. પણ જે વિસ્તારોમાં નક્સલી હજી પણ છે તેમાં તેમની પકડ સારી છે. ઉલ્લેખનીય છે કે નક્સલીઓને વિદેશથી મોટા પ્રમાણમાં ફડિંગ મળે છે. સાથે જ તે અવાર નવાર લૂંટપાટ પણ કરતા રહે છે જે પણ તેમની આવકનો મુખ્ય ભાગ છે. વળી ગુપ્તચર સંસ્થાઓનું માનીએ તો ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ એજન્ટો દ્વારા તેમને હથિયારો પૂરા પાડવામાં આવે છે.

તે વાત પણ નકારી ના શકાય કે સરકાર અનેક મુદ્દે નક્સલવાદની સમસ્યાને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. વળી સ્થાનિક કક્ષાએ ગુપ્તચરોની અસફળતા પણ સળગતો મુદ્દો છે. અને બીજી તરફ નક્સલીઓ સ્થાનિકોનો વિશ્વાસ કેળવવામાં સફળ રહ્યા છે. જેના કારણે તે સ્થાનિક સ્તરે મજબૂત ગુપ્તચરોનું નેટવર્ક બનાવી શક્યા છે.

English summary
It was in January that Union Home Minister, Rajnath Singh had said in the Lok Sabha that the naxalites were cash starved due to demonetisation.
Please Wait while comments are loading...