Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hathras Rape Case: હાથરસ ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, ત્રણ આરોપી મુક્ત, એકને આજીવન કેદની સજા

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બનેલા ચકચારી બૂલગઢી ગેંગરેપ અથવા બિટિયા કેસમાં જિલ્લા કોર્ટમાં સ્પેશિયલ જજ એસસી-એસટી કોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો છે.

Hathras Rape Case

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 14 સપ્ટેમ્બર, 2020ના રોજ બનેલા ચકચારી બૂલગઢી ગેંગરેપ અથવા બિટિયા કેસમાં જિલ્લા કોર્ટમાં સ્પેશિયલ જજ એસસી-એસટી કોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો છે. કોર્ટ પરિસરની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટે 4 આરોપીઓમાંથી માત્ર એક સંદીપ ઠાકુરને દોષિત જાહેર કર્યો છે. જ્યારે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સંદીપ ઠાકુરને બિનઈરાદાપૂર્વકની હત્યા અને એસસી-એસટી એક્ટ માટે દોષિત ઠેરવ્યો છે.

દલિત યુવતી સાથે બર્બરતા અને હત્યા

તમને જણાવી દઈએ કે હાથરસના એક ગામમાં 14 સપ્ટેમ્બર 2020ના રોજ એક દલિત છોકરી પર બળાત્કાર થયો હતો. બાળકી ખેતરમાં ઘાસ લેવા ગઈ હતી. ત્યારે જ તેની સાથે બનેલી આ ઘટનાનો મામલો સામે આવ્યો હતો. આ આરોપ ગામના જ ચાર યુવકો પર લગાવવામાં આવ્યો હતો. પીડિતાની જીભ નિર્દયતાથી કાપી નાખવામાં આવી હતી અને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન છોકરીનુ 29 સપ્ટેમ્બર 2020ના રોજ દિલ્લીની એક હોસ્પિટલમાં મૃત્યુ થયુ. આ કેસમાં ગામના ચાર આરોપી યુવકો અલીગઢ જેલમાં હતા. સીબીઆઈએ કેસની તપાસ કરી અને કોર્ટમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.

એસસી-એસટી કોર્ટે આપ્યો મોટો ચુકાદો

તમને જણાવી દઈએ કે ચાર્જશીટ પર હાથરસ જિલ્લા કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ગુરુવારે સવારે 11.30 વાગ્યે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જિલ્લા કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ચારેય આરોપીઓ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ અને ગુરુવારે એસસી-એસટી કોર્ટે હાથરસ ઘટનામાં મોટો ચુકાદો આપ્યો.

બિટિયાકાંડમાં 4માંથી 3 આરોપી નિર્દોષ જાહેર કરાયા

માહિતી મુજબ ચારમાંથી એક પણ આરોપી સામે ગેંગરેપનો આરોપ સાબિત થયો નથી. કોર્ટે માત્ર એક આરોપી સંદીપ ઠાકુરને દોષિત જાહેર કર્યો છે. જ્યારે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સંદીપ ઠાકુરને બિનઈરાદાપૂર્વકની હત્યા અને એસસી-એસટી એક્ટ માટે દોષિત ઠેરવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ પીડિતાના વકીલે કહ્યુ છે કે તે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે.

સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો કેસ

તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બર, 2020ના રોજ જ્યારે દિલ્લીની હોસ્પિટલમાં મૃત્યુ બાદ બાળકીના મૃતદેહને હાથરસ લાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસે તે જ રાત્રે 2.30 વાગ્યે મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થતાં જ વિવિધ સ્થળોએ વિરોધ શરૂ થયો હતો. 11 ઓક્ટોબરે જ્યારે મામલાએ તૂલ પકડ્યુ ત્યારે રાજ્ય સરકારે આ મામલાની તપાસ સીબીઆઈ કરવાની ભલામણ કરી હતી. 35 લોકોની જુબાની, 67 દિવસની તપાસ રાજ્ય સરકારની ભલામણ બાદ સીબીઆઈએ કેસ સંભાળ્યો. સીબીઆઈએ 104 સાક્ષીઓને રજૂ કર્યા હતા, જેમાંથી 35ને જુબાની આપવામાં આવી હતી. 67 દિવસની તપાસ બાદ સીબીઆઈએ 18 ડિસેમ્બર 2020ના રોજ કોર્ટમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

ન્યાય મળશે ત્યારે થશે અસ્થિઓનુ વિસર્જન

પીડિત પક્ષના વકીલ સીમા કુશવાહા કહે છે, 'લગભગ અઢી વર્ષથી પીડિતાનો પરિવાર ન્યાય માટે લડત ચલાવી રહ્યો છે. પરિવારે પણ તેમની દીકરીના અસ્થિને અત્યાર સુધી સાચવી રાખ્યા છે. તેમનુ કહેવુ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અસ્થિનુ વિસર્જન નહિ કરે. જે દિવસે ન્યાય થશે, તે દિવસે દીકરીની આત્માને શાંતિ મળશે. ઘટના બાદ આ કેસમાં પરિવારને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી. પરિવારના એક સભ્યને જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર નોકરી અને હાથરસ શહેરમાં જ મકાન ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ આ વચનો આજદિન સુધી પૂરા થયા નથી. પ્રતિવાદીના વકીલ મુન્ના સિંહ પુંધીરે કહ્યુ કે નિર્દોષો પર ગેંગરેપનો આરોપ છે. આ અંગે આજે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ ચારેય યુવકો નિર્દોષ છે છતાં કોર્ટનો જે પણ નિર્ણય આવશે તે માન્ય રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X