કોલસા કૌંભાડના જનકોને ઉંમરકેદ થવી જોઇએ: અણ્ણા

અણ્ણા હજારેએ સ્પષ્ટ આરોપો લગાવતાં કહ્યું હતું કે આ કૌંભાડમાં સરકારના મોટા નામો સામેલ છે તે માટે આ કૌંભાડની તપાસ કરતી નથી. તેમને જિંદલ અને વિજય દર્ડા જેવા કોંગ્રેસી નેતાઓના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ બધાની વિરૂદ્ધ તપાસ થવી જોઇએ અને તે આરોપી હોય તો તેમને સજા મળવી જોઇએ. તેમને ઉંમરકેદની સજા ફટકારવી જોઇએ. આ આખા પ્રકરણની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય.
અણ્ણા હજારેએ કહ્યું હતું કે આજે પૈસા રાજકીય નેતાઓ ધર્મ બની ગયો છે અને તેમને પૈસા કમાવવાથી મતલબ છે દેશ કઇ દિશામાં જઇ રહ્યો છે તેનાથી તેમને કોઇ લેવા દેવા નથી. અણ્ણા તેમની નવી ટીમ તૈયાર કરી રહ્યાં છે તે અંગેની જાણકારી આવતાં મહિનાની 24 તારીખે આપશે.












Click it and Unblock the Notifications
