Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા એચડી કુમારસ્વામી, રાજ્યપાલે અપાવી શપથ

કર્ણાટકમાં આજે એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદ માટે શપથ લેવા જઈ રહ્યા છે. એચડી કુમારસ્વામી સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વરા ઉપ-મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે.

કર્ણાટકમાં આજે એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદ માટે શપથ લેવા જઈ રહ્યા છે. એચડી કુમારસ્વામી સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વરા ઉપ-મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે. એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બીએસપી સુપ્રિમો માયાવતી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનરજી, આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને ડીએમકે લીડર એમ.કે. સ્ટાલીન, વિરોધ પક્ષના નેતા આવ્યા છે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી શપથ લીધા બાદ 24 મી મેના રોજ બહુમત સાબિત કરશે. એચડી કુમારસ્વામીના શપથવિધિ સમારોહની લાઈવ અપડેટ વાંચો.

HD Kumaraswamy oath ceremony

May 23, 2018, 5:11 pm IST

શપથ ગ્રહણ પછી વિપક્ષના બધા જ નેતાઓ ઘ્વારા હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું. મંચ પર એકબીજાને હાથ મિલાવી અને ગળે લગાવીને વિપક્ષે પોતાની એકતા દર્શાવી.
May 23, 2018, 5:09 pm IST

શપથ ગ્રહણ પછી કર્ણાટક રાજ્યપાલ વજુભાઇ વાળાએ નવા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું ફૂલો ઘ્વારા સ્વાગત કર્યું. 25 મેં દરમિયાન કુમારસ્વામી બહુમત સાબિત કરશે.
May 23, 2018, 4:44 pm IST

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા એચડી કુમારસ્વામી, રાજ્યપાલ વજુભાઇ વાળાએ શપથ લેવડાવ્યા. કર્ણાટકના નવા ડેપ્યુટી સીએમ બન્યા જી. પરમેશ્વરા.
May 23, 2018, 4:37 pm IST

મંચ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માયાવતીને મળ્યા. સોનિયા ગાંધીએ માયાવતીને ગળે લગાવી. મંચ પર વિપક્ષના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
May 23, 2018, 4:35 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધી પણ મંચ પર પહોંચ્યા. થોડા જ સમયમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે.
May 23, 2018, 4:33 pm IST

શપથ ગ્રહણ સમારોહમાં એચડી કુમારસ્વામીના ભાઈ એચડી રાવનના, જી. પરમેશ્વરા, કેરળના સીએમ પિંરાઇ વિજયન, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી પણ હાજર રહ્યા.
May 23, 2018, 4:30 pm IST

મંચ પર પહોંચ્યા કુમારસ્વામી, થોડા જ સમયમાં લેશે મુખ્યમંત્રી પદ માટે શપથ, મંચ પર વિપક્ષ નેતાઓનો જમાવડો
May 23, 2018, 4:27 pm IST

વિપક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કુમારસ્વામી લેશે શપથ, અખિલેશ યાદવ અને માયાવતી પણ તેમના શપથ સમારોહમાં હાજર રહ્યા
May 23, 2018, 4:24 pm IST

કર્ણાટક વિધાનસભામાં શપથ ગ્રહણની ભવ્ય તૈયારીઓ, વિપક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કુમારસ્વામી લેશે શપથ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X