‘મે માયાવતીને 5 વાર કૉલ કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ': ભીમ આર્મી ચીફ

ચંદ્રશેખરે એનડીટીવી સાથે વાત કરતા કહ્યુ કે તેમણે માયાવતીને પાંચ વાર કૉલ કર્યા હતા પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહિ.

લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. સાત એપ્રિલના રોજ બસપા પ્રમુખ માયાવતી અને અખિલેશ યાદવ પોતાની પહેલી ચૂંટણી રેલીમાં એક મંચ પર જોવા મળશે. તેમની આ રેલી સહારનપુરમાં થશે. સહારનપુર લોકસભા સીટ 2014ની લોકસભા ચૂંટણીમાં માયાવતી માટે ખાસ રહી. છેલ્લી ચાર સંસદીય ચૂંટણીમાં બસપાને બે વાર જીત મળી છે.

16 મહિના બાદ જેલમાંથી છૂટ્યા

16 મહિના બાદ જેલમાંથી છૂટ્યા

પરંતુ સહારનપુરની સીટ ઘણી વસ્તુઓ અંગે ચર્ચામાં રહી છે. ખાસ કરીને ભીમ આર્મીના નેતા અને 29 વર્ષના ચંદ્રશેખર આઝાદ માટે. સહારનપુર હુલ્લડો માટે પણ ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદને હુલ્લડોમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમણે ત્રણ મહિના બાદ હિમાચલ પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સરકારે તેમના પર લાગેલા આરોપો પાછા લેતા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવાનો આરોપ લગાવ્યો. તેમને 16 મહિના બાદ છોડવામાં આવ્યા. આ દરમિયાન ચંદ્રશેખરે એનડીટીવી સાથે વાત કરતા કહ્યુ કે તેમણે માયાવતીને પાંચ વાર કૉલ કર્યા હતા પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહિ.

મોદી-યોગી શાસને મારા પર 43 ખોટા કેસ કર્યા

મોદી-યોગી શાસને મારા પર 43 ખોટા કેસ કર્યા

દિલ્લીમાં એક સાર્વજનિક રેલી આયોજિત કર્યા બાદ ચંદ્રશેખરે એનડીટીવી સાથે વાત કરતા કહ્યુ કે મોદી-યોગી શાસને મને 16 મહિના સુધી જેલ કરી અને મારા પર 43 ખોટા કેસો કર્યા. હું એ પક્ષ માટે કેવી રીતે કામ કરી શકુ જેણે મને નષ્ટ કરવાની કોશિશ કરી. ચંદ્રશેખરે માયાવતી વિશે વાત કરતા કહ્યુ કે હું તેમનુ ખૂબ સમ્માન કરુ છુ અને ક્યારેય તેમના હિતોને ઓછા કરવા માટે કંઈ નહિ કરુ. પરંતુ તેમણે મારા પર ભરોસો કરવો પડશે. તેમણે કહ્યુ કે માયાવતીએ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત પર નારાજગી દર્શાવી.

આ બે કારણોસર ચંદ્રશેખરે બદલી પોતાની રણનીતિ

આ બે કારણોસર ચંદ્રશેખરે બદલી પોતાની રણનીતિ

હાલમાં જ આઝાદે કહ્યુ હતુ કે તે એક સામાજિક કાર્યકર્તા બની રહેશે અને સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરશે. પરંતુ તેમણે પોતાના હ્રદય પરિવર્તન પાછળ બે કારણ બતાવ્યા છે. જેમાં પહેલુ ભાજપ નેતાઓ તરફથી કરવામાં આવી રહેલી ટિપ્પણીઓજે બંધારણને બદલવા તરફ ઈશારો કરે છે. અને બીજુ ભાજપ તરફથી દલિતોનું અપમાન છે. ચંદ્રશેખરે કહ્યુ કે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રીએ વારાણસીમાં સંત રવિદાસ મંદિરનો પ્રવાસ કર્યો, હું પણ ત્યાં ભીડમાં હતો અને જોયુ કે કેવી રીતે તેમની સુરક્ષાએ અમારા ધર્મગુરુઓને અપમાનિત કર્યા. તે બહારના વ્યક્તિ હતા અને અમે ભક્ત હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X