એ ફ્ક્ત હિન્દુ-મુસ્લિમોને લડાવે છે, તેજસ્વી યાદવના અમિત શાહ પર આકરા પ્રહાર
નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી બીજેપી સતત હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરી રહી છે ત્યારે તેજસ્વી યાદવે અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર તેજસ્વી યાદવે કહ્યું કે, આ લોકો મુદ્દાની વાત નહીં કરે અને બિહારની પ્રગતિ પર પણ વાત નહીં કરે. અમે ગૃહમંત્રીને પૂછવા માંગીએ છીએ કે શું તમે બિહાર માટે કરેલા તમામ વચનો પૂરા કર્યા?

તમે એ નથી જણાવતા કે તમે કેટલી નોકરીઓ આપી, તમે અગ્નિવીર યોજના શા માટે લાવ્યા? તમે મોંઘવારીનો અંત કેમ ન કર્યો? બે મહિના પહેલા કહ્યું હતું કે નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ છે તો પછી દરવાજા ક્યારે અને કેવી રીતે ખુલ્યા?. તેઓ માત્ર હિંદુઓ અને મુસ્લિમોને લડાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે બિહાર પ્રવાસ પર ગયા પહોંચ્યા હતા. અહીં શાહે કોંગ્રેસને ઘેરી હતી. શાહે લાલુ અને સોનિયા ગાંધી વચ્ચેના રામમંદિર સંઘર્ષ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, જેને લાલુ યાદવ અને સોનિયા ગાંધીએ લાંબા સમય સુધી લટકાવ્યું.
અમિત શાહે એમ પણ કહ્યું કે, કાશ્મીર અમારું છે. કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરવામાં આવી. જોકે, લાલુ યાદવ અને વિપક્ષી ગઠબંધન તેને હટાવવા દેવા માંગતા ન હતા. આ સાથે અમે કાશ્મીરમાં આતંકવાદનો અંત લાવ્યા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા









Click it and Unblock the Notifications
