For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો, ક્યાંક તમે મીઠાંના નામે પ્લાસ્ટિક તો નથી ખાતા ને!

By Kalpesh
|
Google Oneindia Gujarati News

ચીનના બજારમાં મીઠાંમા પ્લાસ્ટિકના કણો ભેળવેલા હોવાની માહિતી મળી છે. જો ચીનમાંથી ખાદ્ય પદાર્થની વારંવાર થતી સપ્લાય શરૂ રહેશે તો શક્ય છે કે તમારી થાળીમાં પણ મીઠાંની સાથે પ્લાસ્ટિક જોવા મળે.

Plastic in Salt

ચીનમાં મીઠું બનાવનાર 15 મોટી બ્રાન્ડના નમૂનાઓ લઇ વૈજ્ઞાનિકોએ તપાસ કરી હતી. મીઠાંની સાથે માઇક્રોપ્લાસ્ટિક કણ સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વૈજ્ઞીનિકોએ રૉક સૉલ્ટ અને સી સૉલ્ટની તપાસ કરતાં સી સૉલ્ટમાં વધારે માત્રામાં પ્લાસ્ટિકના કણ જોવા મળ્યા હતા. એક કિલોગ્રામ મીઠામાંથી અંદાજીત 550થી 650 પ્લાસ્ટિક કણ મળી આવ્યા હતા.

વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિક કણ આવવાના મૂડ સુધી જવા પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે જે સમુદ્રની પાસે આ મીઠું પકવવામાં આવ્યું તે સમુદ્રમાં રહેલ શેલફિશમાં પણ આ જ કણ ઉપલબ્ધ છે. ત્યારે કંપનીનો મોટા ભાગનો કચરો સમુદ્રમાં ફેંકી દેવામાં આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કચરામાં ભારી માત્રામાં કેમિકલ્સ હોય છે જે પ્લાસ્ટિકના કણો પૈદા કરી શકે તેમ છે.

સમુદ્રને રસ્તે પ્લાસ્ટિકના કણ જો ચીનની થાળી સુધી પહોંચી શકતું હોય તે ભારતીયોની થાળી સુધી પણ પહોંચી શકે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

English summary
The table salt you mix in your food could be a non-veg. Also you could eat plastic in the form of salt. How, Read this science report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X