For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર-નવેમ્બરમાં એલર્ટ રહેવું પડશે, કોરોનાને લઈ સરકારે આપ્યા સંકેત

ઓક્ટોબર-નવેમ્બરમાં એલર્ટ રહેવું પડશે, કોરોનાને લઈ સરકારે આપ્યા સંકેત

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાવાયરસની હાલની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પ્રેસ બ્રીફિંગ આપી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્ત્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશમાં પાછલા 24 કલાકમાં કોવિડના 30570 નવા મામલા આવ્યા હતા. જેમાંથી 68% મામલા કેરળથી સામે આવ્યા છે. બાકી રાજ્યોમાં હજી પણ કોવિડના મામલામાં ગિરાવટ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કેરળ એકમાત્ર એવું રાજ્ય છે, જેમાં 1 લાખથી વધુ એક્ટિવ મામલા છે. મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ એવાં રાજ્યો છે જેમાં કોવિડના સક્રિય મામલા 10 હજારથી 1 લાખ વચ્ચે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પોઝિટિવિટી સતત ઘટી રહી છે. સાપ્તાહિક પોઝિટિવિટી પાછલા 11 અઠવાડિયાથી સતત 3% બની રહી છે. દેશમાં 34 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધુ સાપ્તાહિક પોઝિટિવિટી છે, 32 એવા જિલ્લા છે જ્યાં 5-10% વચ્ચે સાપ્તાહિક પોઝિટિવિટી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જાણકારી આપતા કહ્યું કે દેશમાં 3631 PSA પ્લાંટ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ 4500 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકશે. જેમાંથી કેન્દ્રીય સંસાધનોથી 1491 પ્લાંટ અને અન્ય સંસાધનોથી 2140 પ્લાંટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઓક્ટોબર- નવેમ્બરમાં વિશેષ ધ્યાન રાખવું પડશે

ઓક્ટોબર- નવેમ્બરમાં વિશેષ ધ્યાન રાખવું પડશે

નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલે કહ્યું કે આગામી 2-3 મહીના મહત્વપૂર્ણ છે, કેમ કે જ્યારે પણ દેશમાં ગમે ત્યાં ઉછાળો જોવા મળે છે, તો તેને તરત રોકવો પડશે. ડૉ પૉલે જણાવ્યું કે, અનુમાન કહે છે કે ઓક્ટોબર અને નવેમ્બર સૌથી મહત્વપૂર્ણ મહિના છે. ડૉ પૉલે કહ્યું કે આ વિશે સાર્વજનિક ડોમેનમાં આંકડાઓ ઉપલબ્ધ છે. આ તહેવાર અને ફ્લૂના મહિના પણ છે. આપણે આ બે મહિનાના સંબંધમાં વિશેષ સાવધાની રાખવી પડશે.

કેરળમાં ઘટી રહ્યું છે સંક્રમણ

કેરળમાં ઘટી રહ્યું છે સંક્રમણ

બીજી તરફ ICMRના ડિરેક્ટર જનરલ ડૉ બલરામ ભાર્ગવે કહ્યું કે તહેવાર નજીક આવી રહ્યા છે અને કોઈપણ જગ્યાએ જનસંખ્યા ઘનત્વમાં અચાનક વધારાથી વાયરસના પ્રસાર માટે અનુકૂળ વાતાવરણ બને છે. આ વાતોને આપણે ધ્યાનમાં રાખવી પડશે. તેમણે જણાવ્યું કે આપણે કેરળના અમુક ઘટતું સંક્રમણ જોઈ રહ્યા ચીએ. અન્ય રાજ્ય પણ ભવિષ્યના ઉછાળાને ટાળવાના રસ્તે છે. ભાર્ગવે કહ્યું કે વેક્સીન લેવી, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું, જરૂરિયાત હોય તો જ સાવચેતી અને જવાબદારી નિભાવતાં યાત્રા કરવી અથવા તો ઉત્સવમાં સામેલ થવું સમયની માંગ છે.

બૂસ્ટર ડોઝ કેન્દ્રીય વિષય નથી

બૂસ્ટર ડોઝ કેન્દ્રીય વિષય નથી

આ ઉપરાંત ICMRના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે વૈજ્ઞાનિક અને સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા ચર્ચામાં આ સમયે બૂસ્ટર ડોઝ કેન્દ્રીય વિષય નથી. બે ડોઝનું પૂર્ણ રસીકરણ પ્રાપ્ત કરવું એક પ્રમુખ પ્રાથમિકતા છે. કેટલીય એજન્સીઓએ ભલામણ કરી કે એન્ટીબોડીના સ્તરને માપવામાં ના આવે.

English summary
health ministry warned to stay alert of coronavirus during october-november
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X