For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 30થી 300 રૂપિયામાં વેચાઇ રહ્યું છે મોત!!!

|
Google Oneindia Gujarati News

બેંગલોર/કોલકત્તા, 13 જૂન : પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં કુમળાં ફુલ જેવા સાત બાળકોના મોત ઝેરી લીચી ખાવાથી થઇ ગયા છે. આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળ સરકારે લોકોને ચેતવણી આપી છે કે માર્કેટમાં વેચાઇ રહેલી લીચી ખરીદીને ખાય નહીં. આ સલાહ તો પશ્ચિમ બંગાળમાં રહેતા લોકોને મળી ગઇ છે, પરંતુ દેશભરમાં રહેતા અન્ય લોકોનું શું એ પ્રશ્ન છે.

ભારતના વિવિધ રાજ્યોમાં લીચી રૂપિયા 250થી 300 પ્રતિ કિલો ગ્રામના ભાવે વેચાઇ રહી છે. બીજી તરફ ઉત્તર અને પૂર્વ ભારતમાં લીચી રૂપિયા 30થી 50 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઇ રહી છે. બેંગલોર અને ચેન્નાઇના માર્કેટમાં વર્તામન સમયમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ જેવા માર્કેટમાંથી લાવવામાં આવેલી લીચી સૌથી વધારે પ્રમાણમાં વેચાઇ રહી છે.

litchi-effect-malda

બેંગલોરના મલ્લેશ્વરમમાં રહેતા નાગા તેજસ્વીનીની 6 વર્ષની દીકરીએ સોમવારે લીચી ખાધી હતી, ત્યાર બાદ તેના પેટમાં બારે દુ:ખાવો ઉપડ્યો હતો. આ કારણે તે ત્રણ દિવસ સુધી સ્કૂલમાં જઇ શકી ન હતી. તેની સારવાર કરાવવામાં આવી ત્યાર બાદ બાળકી સ્વસ્થ થઇ ગઇ છે. જો કે ડોક્ટરે સલાહ આપી છે કે માર્કેટમાં વેચાઇ રહેલા લીચી અને કેરી જેવા ફળો ખાવામાં સાવધાની રાખવાની જરૂર છે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર માર્કેટમાં જે લીચી ફળ વેચાઇ રહ્યું છે તેની અંદર ઝેરીલો પદાર્થ મિથાઇલીનસાલ્કોપ્રાપાઇલ-ગ્લાઇસીન (એમસીપીજી) જોવા મળી રહ્યો છે. આ પદાર્થ શરીરમાં પ્રવેશ કરતાની સાથે જ બાળકોમાં રહેલા ગ્લુકોઝને ખતમ કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે બાળકોમાં મગજનો તાવ આવવાનું જોખમ વધી જાય છે. તેની અસર વધી ગઇ તો આ બાબત ઘાતક નીવડે છે.

English summary
Healthy or Deadly; Poison in Litchi fruit causing death in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X