શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ, 72 કલાકમાં 8 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના કિલુરા ગામમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ફરીથી એક વાર અથડામણ શરૂ થઈ ગઈ છે. લેટેસ્ટ અપડેટ મુજબ સેનાએ અત્યાર સુધીમાં 4 આતંકીઓને ઠાર માર્યા છે.

જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના કિલુરા ગામમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ફરીથી એક વાર અથડામણ શરૂ થઈ ગઈ છે. કાલં સાંજથી આતંકવાદીઓ તરફથી ફાયરિંગ ચાલુ છે. સેના પણ સામે જડબાતોડ જવાબ આપી રહી છે. લેટેસ્ટ અપડેટ મુજબ સેનાએ અત્યાર સુધીમાં 4 આતંકીઓને ઠાર માર્યા છે. વળી, એક મૃતદેહ પણ કબ્જે કર્યો છે. સેનાને તેની પાસેથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કર-એ-તોઈબાના આતંકી ઉમર મલિક તરીકે થઈ છે. આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

માર્યો ગયો લશ્કરનો આતંકી

માર્યો ગયો લશ્કરનો આતંકી

સેનાને વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા છે. આતંકીઓ તરફથી ફરીથી ફાયરિંગ શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ફરીથી શરૂ થઈ ગઈ છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશનમાં હથિયાર એ કે 47 મળી આવેલ છે.

બે આતંકી ઠાર

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે બપોરે બારામુલા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકી ઠાર મરાયા હતા.

72 કલાકમાં 8 આતંકી ઠાર મરાયા

તમને જણાવી દઈએ કે સેનાએ છેલ્લા 3 દિવસોમાં ઘાટીમાં 8 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ગુરુવારે કુપવાડામાં સેનાએ બે આતંકવાદીઓને માર્યા હતા. હવે શુક્રવારે રાતથી ચાલી રહેલી અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર મળ્યા છે. સેનાએ 72 કલાકની અંદર 8 આતંકવાદીઓને સફાયો કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X