જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ને હટાવાની વિરુદ્ધમાં કરવામાં આવેલ અરજી પર સુપ્રિમમાં સુનવણી આજે
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ને દુર કરવાને લઇને ઘણી અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજથી સુનવણી શરુ કરવાામાં આવશે. પાંચ જજોની ખંડપીઠ આ અરજી પર સુનવણી કરશે. જેની અધ્યક્ષતા ચીફ જસ્ટીસસ ડીવાય ચંદ્રચુડ કરશે.

પાંચ જજોની વેચમાં જસ્ટીસ સંજય કૌલ, સંજીવ ખાન, બીઆર ગવઇ, સૂર્યા કાંતનો સમાવેશ થાય છે. કોર્ટમાં 11 જુલાઇથી 27 જુલાઇ સુધીનો સમય આપ્યો હતો . આ દરમિયાન લોકોને પોતાની અરજી લેખીત દાખલ કરવાની હતી. ખંડપીઠે કહ્યુકે, સોમવારે અે શુક્રવારને છોડીને બાકીના દિવસોમાં આના પર સુનવણી કરવામાં આવશે.
આ સમગ્ર મામલે અરજી દાખલ કરનાર અે સરકારની તરફથી બે વકીલને નિયુક્તિ કરવામાં આવ્યા હતા.જે પોતાની ફરિયાદ 27 જુલાઇ સુધીમાં દાખ કરી શક્તા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે, ત્યાર બાદ કોઇ જ દસ્તાવેજ લેવામાં આવશે નહી.
જણાવી દઇએ કે, 5 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશમીરમાં આર્ટિકલ 370 ને દુર કરી દિધો હતો. રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેચી દિધુ હતુ. ત્યાર બાદ સરકારના નિર્ણયને ઘણા વિપક્ષએ પડકાર ફેક્યો હતો .












Click it and Unblock the Notifications
