Narada Case: કોલકાતા હાઈકોર્ટ આજે નારદા કૌભાંડ પર સુનાવણી કરશે
Narada Case: કોલકાતા હાઈકોર્ટ આજે નારદા કૌભાંડ પર સુનાવણી કરશે
પશ્ચિમ બંગાળના નારદા સ્ટિંગ કેસમાં કોલકાતા હાઈકોર્ટની પાંચ સભ્યોની પીઠ ગુરુવારે સવારે 11 વાગ્યે સુનાવણી કરશે. નારદા સ્ટિંગ કેસમાં પશ્ચિમ બંગાળના ચાર રાજનેતાઓમાં મમતા બેનરજીના નેતૃત્વવાળી સરકારના બે મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી અને ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા તથા પૂર્વ ધારાસભ્ય સોવન ચેટરજી સામેલ છે. 24 મેના રોજ કેન્દ્રીય તપાસ બ્યૂરોએ કોલકાતા હાઈકોર્ટના તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓને નજર બંધ કરવાની અનુમતી આપતા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ ચારેય નેતાઓ આ મામલાના આરોપી છે.

સીબીઆીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલી પોતાની અપીલમાં કોલકાતા હાઈકોર્ટની પાંચ-ન્યાયાધીશોની પીઠ સમક્ષ આજ માટે નક્કી કરેલ વડી બેંચની સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી હતી.
સીબીઆઈએ આ મામલે ટીએમસીના ત્રણ ધારાસભ્ય અને એક પૂર્વ નેતાની ધરપકડ કરી લીધી છે. કોલકાતા હાઈકોર્ટે હાલમાં જ 21 મેના પોતાના આદેશમાં નારદ મામલાના આરોપી બે મંત્રીઓ સહિત ચાર ટીએમસી નેતાને જામીન આપવાની અને ઘરમાં નજરબંધ રાખવાની મંજૂરી આપી હતી.












Click it and Unblock the Notifications
