લૂનો કહેરઃ બિહારમાં 30 જૂન સુધી બધી જ સ્કૂલો બંધ રહેશે, ગયા કલમ 144 લાગુ

લૂનો કહેરઃ બિહારમાં 30 જૂન સુધી બધી જ સ્કૂલો બંધ રહેશે, ગયા કલમ 144 લાગુ

પટનાઃ બિહારમાં ભારે ગરમી અને લૂને જોતા 30 જૂન સુધી બધી શાળા બંધ રહેશે. તેજ ગરમીને પગલે તમામ સરકારી અને સહકારી સ્કૂલો માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે લૂને પગલે થઈ રહેલ મૃત્યુની વચ્ચે ગયા જિલ્લા મેજિસ્ટ્રેટે ખુલ્લામાં કોઈપણ પ્રકારના નિર્માણ કાર્ય અને સભાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડીએમ ગયાએ કલમ 144 અંતર્ગત જાહેર કરેલ ઓર્ડરમાં સરકારી-બિનસરકારી નિર્માણ કાર્ય, મનરેગા અંતર્ગત મજૂરી અને ખુલ્લામાં દિવસના 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી કોઈપણ પ્રકારની સભા કે સાંસ્કૃતિક કાર્યક્રમ પર રોક લગાવી દીધો છે. લૂથી થઈ રહેલ મૃત્યુને જોતા આ આદેશ જાહેર કરવાાં આવ્યો છે.

heatwave

જણાવી દઈએ કે બિહારમાં ગરમીથી જન જીવન અસ્ત-વ્યસ્ત છે. લૂ લાગવાથી બિહારમાં 150થી વધુ મોત થઈ ચૂક્યાં છે. ગયા અને આજુબાજુ લૂ લાગવાથી 60થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે ઔરંગાબામાં પણ લૂ લાગવાના કારણે 25 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત પણ કેટલાય જિલ્લાથી લૂ લાગવાના કારણે મૃત્યુના અહેવાલ છે. હવામાન વિભાગ મુજબ બિહારમાં ગરમી રેકોર્ડતોડ રહી છે, જેનાથી સામાન્ય જન-જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

બિહારની રાજધાની પટનામાં ગરમીએ 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડી મૂક્યો છે. રવિવારે લૂ લાગવાથી 101 લોકોના જીવ ચાલ્યા ગયા. અગાઉ શનિવારે ગયા અને આજુબાજુના વિસ્તારમાં 60થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી ખરાબ ાલાત ઔરંગાબાદની છે. રાજ્યના વિવિધ હોસ્પિટલમાં ત્રણ સોથી વધુ દર્દી દાખલ છે, જેમાં ડઝનેકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X