ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ, ટ્રેન અને ફ્લાઈટ સહિત તમામ પરિવહન પ્રભાવિત

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને ભારે ઠંડીની આગાહી કરતા ઓરેન્જ એલર્ડ જારી કર્યુ છે. હવે કેટલાક દિવસ ભારે ઠંડી અનુભવાશે.

ઉત્તર ભારતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે હવે ભારે ધુમ્મસ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં ધુમ્મસને કારણે લો વિઝિબિલિટી જોવા મળી છે. લો વિઝિબિલિટીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સમાચાર અનુુસાર, ભારતીય રેલવે દ્વારા ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે. આ સિવાય ઘણી બઘી ટ્રેન લેટ ચાલી રહી છે.

ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર

ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર

સામે આવી રહેલી વિહતો અનુસાર, ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસને કારણે ઉત્તર રેલવે ઝોનમાં 11 ટ્રેનો મોડી ચાલી રહી છે અને IRCTC દ્વારા ​​291 ટ્રેનો રદ કરાઈ છે. મોટા ભાગની ટ્રેનો યુપી, બિહાર, પશ્ચિમ બંગાળની છે. ભારતીય રેલ્વેએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપી છે.

ઘણી ટ્રેન રદ્દ કરાઈ

12314 કોલકાતાની સિયાલદાહ એક્સપ્રેસ
12423 દિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ
12302, હાવડા રાજધાની એક્સપ્રેસ
02563 વારાણસી - નવી દિલ્હી વિશેષ ટ્રેન
12367 ભાગલપુર - આનંદ વિહાર વિક્રમશિલા એક્સપ્રેસ
12553 સહરસા - નવી દિલ્હી વૈશાલી એક્સપ્રેસ
12309 રાજેન્દ્ર નગર - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
12393 રાજેન્દ્ર નગર - નવી દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
12559 વારાણસી - નવી દિલ્હી શિવગંગાઈ એક્સપ્રેસ
12488 સીમાંચલ એક્સપ્રેસ
22531 છપરા મથુરા એક્સપ્રેસ
12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ
18203 બેટવા એક્સપ્રેસ
22432 ઉધમપુર સુબેદારગંજ એક્સપ્રેસ
18310 જમ્મુ તાવી એસબીપી એક્સપ્રેસ
02570 દરભંગા ક્લોન એક્સપ્રેસ
02563 બરૌની નવી દિલ્હી સ્પેશિયલ
12003 શતાબ્દી એક્સપ્રેસ
19322 પટના ઈન્દોર એક્સપ્રેસ
15658 બ્રહ્મપુત્ર એક્સપ્રેસ
12801 પુરુષોત્તમ એક્સપ્રેસ

ફ્લાઈટ કેન્સ કરાઈ

ફ્લાઈટ કેન્સ કરાઈ

ભારે ધુમ્મસને કારણે માત્ર ટ્રેનો જ નહીં ફ્લાઈટ અને બસ પરિવહન પર પણ મોટી અસર પડી છે. મળતી માહિતી અનુસાર, દિલ્હી, આગ્રા, મેરઠ, મથુરા અને શાહજહાંપુર, બરેલીની રોડવેઝ બસો નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી હતી. આ સિવાય લખનૌથી મુંબઈ અને બેંગલુરુની ઈન્ડિગોની ફ્લાઈટ્સ પણ ધુમ્મસને કારણે આજે મોડી પડી રહી છે. આ સિવાય સ્પાઈસ જેટે ગઈકાલે રાત્રે લખનૌથી દિલ્હી અને લખનૌથી મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરી દીધી હતી.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ તરફથી આપવા આવેલી લેટેસ્ટ અપડેટ અનુસાર, હવે ધુમ્મસની અસર ઝડપથી જોવા મળશે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, હરિયાણામાં ધુમ્મસ અને કોલ્ડવેવનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ કોલ્ડવેવ આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે અને સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X