ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, અધિકારીઓની રજા કેન્સલ

છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદથી વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ થયી છે.

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. અનુમાન અનુસાર આવનારા બે દિવસ ગઢવાલ મંડલના ત્રણ જિલ્લા ચમોલી, પોન્ડી અને રુદ્ધપ્રયાગ અને કુમાઉ મંડલના પિથોરાગઢ, નેનીતાલ અને ચંપાવત જિલ્લા પર ભારે વરસાદ છે. જેને કારણે અહીં ભારે વરસાદ અને તોફાન વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

uttarakhand

આ વિશે વાત કરતા સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે મીડિયાને જણાવ્યું કે આવનારા કેટલાક દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બધા જ અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. તેમને પોતાના સંબંધિત ક્ષેત્રમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જેથી મુશ્કિલ પરિસ્થિતિમાં ઓછા સમયમાં કાર્યવાહી કરી શકાય.

વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ

ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદથી વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ થયી છે. જેમાં કેટલાક લોકોની મૌત પણ થઇ ચુકી છે. તેની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આર્થિક સ્થિતિમાં પણ નુકશાન થયું છે. આ બાબત ધ્યાનમાં રાખીને પ્રશાશન હવે કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.

તેની સાથે સાથે રાજ્યના આપાતકાલીન પરિચાલન કેન્દ્ર તરફથી જિલ્લા અધિકારીઓને એલર્ટ રહેવા માટે સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂરત વિના ઘરની બહાર નીકળે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X