• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Warning: આ 7 રાજ્યોમાં ભારે વરસાદની આશંકા, દિલ્હી-એનસીઆરનો પારો ચડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે માવઠાથી લોકો ઘણા દુખી છે, ભારતમાં હવામાન ખાતાએ આજે પણ કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, હવામાન ખાતાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે જ્યારે દિલ્હી-એનસીઆરના તાપમાનના પારામાં વૃદ્ધિ થશે. વિભાગ મુજબ 15 એપ્રિલ સુધી દિલ્હીનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.

10થી 11 એપ્રિલ વચ્ચે ભારે વરસાદ થઈ શકે

10થી 11 એપ્રિલ વચ્ચે ભારે વરસાદ થઈ શકે

હવામાન વિભાગ મુજબ આગલા 24 કલાકમાં બિહારના વાતાવરણમાં જબરદસ્ત બદલાવ થનાર છે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, વિભાગ મુજબ 10થી 11 એપ્રિલ વચ્ચે ભાગલપુર, કટિહાર, પુર્ણિયા, મધેપુરા, કિશનગંજ, અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, મધુબની, સીતામઢીમાં હળવો પ્રી-મૉસૂન વરસાદ થઈ શકે છે, આ દરમિયાન પટના-ગયા સહિત દક્ષિણ- પશ્ચિમી બિહારમાં હવામાન શુષ્ક રહેશે અને હળવી હવા ચાલશે.

સ્કાઈમેટની ચેતવણી

સ્કાઈમેટની ચેતવણી

જ્યારે સ્કાઈમેટ વેધર મુજબ આગલા 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ જ્યારે ઉત્તરાખંડમાં 1-2 જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડે તેવું અનુમાન છે.

તાપમાનમાં વધારો થવાની સંભાવના

તાપમાનમાં વધારો થવાની સંભાવના

જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ધૂળ ભરી આંધી ચાલે અથવા તો ગર્જના સાથે હળવા વરસાદની સંભાવના છે અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ કેટલીક જગ્યાએ પ્રી-મૉનસૂન વરસાદ ચાલુ રહેશે, જ્યારે દેશના ઉત્તર-પશ્ચિમી અને મધ્ય ભાગોમાં દિવસના તાપમાનમાં વધારાની સંભાવના છે.

પ્રી-મૉનસૂન વરસાદ

પ્રી-મૉનસૂન વરસાદ

એટલું જ હિ વિક્ષોભને કારણે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદ, ચેન્નઈમાં પણ પ્રી-મૉનસૂન વરસાદની ઉમ્મીદ છે, મધ્ય અને પૂર્વ રાજ્યોમાં આંધી સાથે વરસાદની સંભાવના છે જ્યારે પ્રી મૉનસૂન મહિનાઓમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં ગરમી જોર પકડવા લાગી છે, 10થી 11 એપ્રિલ દરમિયાન ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, આંતરિક તમિલનાડુ અને દક્ષિણી આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં હળવા વરસાદના અણસાર છે, જે 2-3 દિવસ સુધી ચાલુ રહેશે.

કોરોનાના કહેરના 100 દિવસઃ વિશ્વ આખામાં 16 લાખથી વધુ દર્દી, 95 હજારના મોતકોરોનાના કહેરના 100 દિવસઃ વિશ્વ આખામાં 16 લાખથી વધુ દર્દી, 95 હજારના મોત

English summary
Heavy Rain Expectes in Andhra Pradesh, Tamil Nadu, Karnataka, UP, MP, Bihar,Jammu & Kashmir says IMD, BE Alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X