અમદાવાદમાં ભરઉનાળે વરસાદ, કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા
રાજ્યમાં એક પછી એક માવઠા થઈ રહ્યા છે ત્યારે હવે ભરઉનાળે અમદાવાદમાં ફરી એક વખત વરસાદ ઘેરાયો છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે.
હાલ ઉનાળો પુરો થવામાં છે અને ચોમાસુ કેરળના દરિયામાં દસ્તક દઈ રહ્યુ છે ત્યારે હવે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હાલ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે.

વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગરમી વચ્ચે શેકાતા શહેરીજનોને રાહત મળી છે. અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આ વખતે પુરા ઉનાળા દરમિયાન સતત માવઠા થકા રહ્યા છે. માવઠાને કારણે ખેડૂતો પણ પરેશાન છે.
મળી રહેલા સમાચારો અનુસાર, અમદાવાદમાં વરસાદને કારણે અંધારૂ છવાયુ છે. શહેરના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, જશોદાનગર, ઘોડાસર, રખિયાલ, વટવા અને બાપુનગર તેમજ પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.
કડાકા ભડાકા સાથે શરૂ થયેલા આ વરસાદ સાથે કરા પડ્યા હોવાના પણ અહેવાલ છે. શહેરના ઘણા વિસ્તારોમાં બરફના કરા પડ્યા છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ અહેવાલ છે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. હવે આ આગાહી સાચી પડી રહી છે.












Click it and Unblock the Notifications
