For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ભારે વરસાદનુ એલર્ટ, ચારધામ યાત્રા રોકવામાં આવી

ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે સોમવારે અને મંગળવારે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે સોમવારે અને મંગળવારે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા હાલમાં ચાર ધામ યાત્રા પણ રોકી દેવામાં આવી છે. સાવચેતી રૂપે શ્રદ્ધાળુઓને આગલા આદેશ સુધી વિવિધ પડાવો પર જ રોકાવા માટે કહેવામાં આવ્યુ છે. આ સાથે જ રાજ્યમાં સોમવારે 12માં સુધીની સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

rain

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર

દહેરાદૂન સ્થિત રાજ્ય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક વિક્રમ સિંહના જણાવ્યા મુજબ અરબ સાગરમાંથી ઉઠેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આની અસર આખા રાજ્યમાં જોવા મળશે. મેદાની વિસ્તારોમાં 70-80 કિમી પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે. તેમણે જણાવ્યુ કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં વરસાદ સાથે પહાડો પર હિમવર્ષાની સૂચના છે.

કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયાગ, ગુપ્તકાશી, ફાટામાં રોકવામાં આવ્યા

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચાર ધામ યાત્ર પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને કેદારનાથમાં મુસાફરો મોટી સંખ્યામાં છે. ગયા શનિવારે લગભગ 16 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા. વળી, રવિવારે લગભગ 18 હજાર લોકોએ બાબા કેદારનાથના દર્શન કર્યુ. રુદ્રપ્રયાગના ડીએમ મનુજ ગોયલે જણાવ્યુ કે દર્શન બાદ શ્રદ્ધાળુને પાછા મોકલવામાં આવી રહ્યા છે. પગપાળા માર્ગ પર એસડીઆરએફ અને પોલિસની ટીમ તૈનાત છે. તેમણે જણાવ્યુ કે હાલમાં કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયાગ, ગુપ્તકાશશી અને ફાટામાં રોકવામાં આવ્યા છે.

સીએમ ધામીએ સ્થિતિ માટેની તૈયારીઓ પર કરી ચર્ચા

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના એલર્ટ બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સચિવ એસએસ સંધુને સ્થિતિ સામે લડવા માટેની તૈયારીઓની ચર્ચા કરી. મુખ્યમંત્રી ધામી સાથે વાતચીત બાદ શાસને એસડીઆરએફ, પોલિસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સાથે જ અધિકારીઓને જિલ્લા મુખ્યાલય ન છોડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

English summary
Heavy rain in Uttarakhand, IMD issues Red alert, Chardham Yatra halted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X