For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert! આગામી 24 કલાકમાં મુંબઇ-અમદાવાદ સહિત 7 શહેરોમાં મચી શકે છે તબાહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mumbai-600
મુંબઇ, 31 જુલાઇ: જો તમે મહારાષ્ટ્ર અથવા ગુજરાતમાં રહો છો. કે પછી આ રાજ્યોના મોટા શહેરોની યાત્રા પર નિકળવાના છો તો અત્યારથી જ સાવધાન થઇ જાવ. કારણ કે આગામી 24 કલાકમાં આ રાજ્યોના સાત શહેરોમાં હવામાનનો આતંક તમારા શહેર પર ગમે ત્યારે તૂટી શકે છે.

આટલું જ નહી પરંતુ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રથી આપવામાં આવેલા સૂચના અનુસાર એએમસીએ એલર્ટ જાહેર કરી દિધો છે કે ગુજરાતના અમદાવાદ, સૂરત, વડોદરા અને મહારાષ્ટ્રના પૂણે, મુંબઇ, થાણે અને નાસિકમાં ભારે વરસાદ થઇ શકે છે. એએમસીએ ચેતાવણી આપી છે કે આગામી 24 કલાકમાં કોઇપણ જગ્યાએ વાદળ ફાટી શકે છે.

જો વાદળ ફાટશે તો ઉત્તરાખંડ અને પુણેના મલિન ગાંમ જેવી સ્થિતી પેદા થઇ શકે છે. જો આમ થાય છે તો જે વિસ્તારોમાં વાદળ ફાટ્યા તે વિસ્તારોમાં તબાહીનો નજારો જોવા મળી શકે છે.

જો તમે આ શહેરોમાં રહો છો કે અહીંની યાત્રા પર જઇ રહ્યાં છો, તો બહાર નિકળવાનું ટાળો. કેટલીક વસ્તુઓ માટે તમે પહેલાંથી જ તૈયાર રહો તો સારું રહેશે. જે લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે તે પૂરના ખતરાથી બચવાની વ્યવસ્થા પહેલાંથી જ કરી લે તો સારું. એએમસીએ એલર્ટ જાહેર કરતાં ખાસ કરીને લોકોને લોંગ ડ્રાઇવ પર ન જવા માટે કહ્યું છે.

English summary
Ahmedabad Meteorological Department has issued the alert of heavy rainfall in Mumbai, Pune and 5 other cities in Maharashtra and Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X