For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવાની આશંકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શિમલા, 4 જાન્યુઆરી: હિમાચલ પ્રદેશમાં સોમવારે સવારે શરૂ થયેલ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે તે પોતાના ઘરમાંથી બહાર ન નિકળે. આ સાથે-સાથે વાદળ ફાટવાની અથવા બરફવર્ષા તથા કરા પડવાની આશંકા વ્યક્ત કરી છે. જેથી દિલ્હી તાપમાન પણ ઝડપથી નીચું થઇ ગયું છે. આ સાથે દિલ્હીમાં વરસાદ પણ પડી રહ્યો છે.

ઉત્તર ભારતમાં સોમવારે સવાતે વાતારવણમાં પલટો થયો અને તેનો પ્રભાવ હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં વધુ જોવા મળ્યો. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે બરફવર્ષા શરૂ થઇ ગઇ તો ઘણા સ્થાનો પર ભારે વરસાદ શરૂ થઇ ગયો. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઇ રહી છે, જ્યારે શિમલામાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ ભારે વરસાદ છે જેના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.

shimla-weather

આ ઉપરાંત જમ્મૂ-કાશ્મીરના ગુલમર્ગનાં પણ ભારે બરફવર્ષા થઇ રહી છે. આ ઉપરાંત ગુલમર્ગથી શ્રીનગર જનારા રસ્તાઓ પર વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઠંડી વધી રહી છે. દિલ્હીમાં સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. અચાનક શરૂ થયેલા વરસાદ અને વાદળોના કારણે લોકો ઠેર-ઠેર તાપણાં કરી હાથ શેકી રહ્યાં છે.

English summary
Heavy rainfall in Himachal Pradesh has disturbed the normal life. Meteorological department has advised people not to come out of their houses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X