તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, એલર્ટ જાહેર

તમિલનાડુમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં હાલમાં ઉત્તરપૂર્વ ચોમાસું સક્રિય છે, જેના કારણે તમિલનાડુની રાજધાની ચૈન્નાઈ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

નવી દિલ્હી : તમિલનાડુમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં હાલમાં ઉત્તરપૂર્વ ચોમાસું સક્રિય છે, જેના કારણે તમિલનાડુની રાજધાની ચૈન્નાઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે, ટ્રાફિક સેવા પણ પ્રભાવિત થઈ છે, લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હોવાથી કાંચીપુરમ અને તિરુવલ્લૂરના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે, જ્યારે ચૈન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદને કારણે આગામી બે દિવસ સુધી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તામિલનાડુના મુખ્યમંત્રી એ. એમકે સ્ટાલિને જણાવ્યું છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સંબંધિત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.

ભારે વરસાદને કારણે ત્રસ્ત છે તમિલનાડુ

ભારે વરસાદને કારણે ત્રસ્ત છે તમિલનાડુ

કોરાતુર, પેરામ્બુર, અન્ના સલાઈ, ટી નગર, ગિન્ડી, અદ્યાર, પેરુનગુડી, OMR અને ચૈન્નાઈ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે.

હાલમાં હવામાન વિભાગે આજથીઆગામી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની એલર્ટ આપ્યું છે અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

આ વરસાદની અસર પડોશી રાજ્યોમાં પણજોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, ગોવા-કોંકણ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે આંધ્રપ્રદેશમાં 9 11 નવેમ્બરસુધી ભારે વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

મહારાષ્ટ્રના દરિયાકાંઠે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આવા સમયે હવામાન માહિતી એજન્સી સ્કાયમેટ વેધરએ જણાવ્યું હતું કે, 'અરબ સાગર પર સર્જાયેલું દબાણ ટૂંક સમયમાં લો પ્રેશરમાં ફેરવાઈ જશે.

આગામી 24કલાકમાં તે વધુ તીવ્ર બનશે. તેના પ્રભાવ હેઠળ, આગામી બે દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મુંબઈ, પૂણે અને નાસિકમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે.

હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયાભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ

દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવા ઝરમર વરસાદની શક્યતા છે, તો બીજી તરફ દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન સૂકું રહેશે અને પારોગગડશે, જેના કારણે ઠંડકમાં વધારો થશે અને હવે હવામાન ધુમ્મસયુક્ત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X