મધ્ય પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં તબાહી મચાવી શકે

મધ્ય પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં તબાહી મચાવી શકે

નવી દિલ્હીઃ સતત થઈ રહેલ વરસાદે મધ્ય પ્રદેશના હાલ બેહાલ કરી દીધા છે, લોકોના દૈનિક જીવન ખરાબ રીતે પ્રભાવિત થયાં છે, હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના 32 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે, આ જિલ્લાઓ માટે રેડ અલર્ટ, ઓરેન્જ અલર્ટ અને યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે.

મધ્ય પ્રદેશમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે

મધ્ય પ્રદેશમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે

રેડ અલર્ટઃ હરદા, હોશંગાબાદ, નીમચ, મંદસૌર, રાયસેન, નરસિંહપુર, સીહોર અને રતલામમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

ઓરેન્જ અલર્ટઃ બડવાની, દમોહ, દેવાસ, ધાર, ઈન્દોર, રાજગઢ વિદિશા અને ઉજ્જૈનમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

યેલો અલર્ટઃ ભોપાલ, આગરા, અલીરાજપુ, અશોકનગર, બાલાઘાટ, બૈતૂલ, બુરહાનપુર, છિંદવાડા, ગુના, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, શાહપુર, સાગર અને સિવનીમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં તેજ વરસાદ થઈ શકે

આ રાજ્યોમાં તેજ વરસાદ થઈ શકે

જ્યારે ભારતીય હવામાન ખાતા દ્વારા પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરાને લઈ ભારે વરસાદની આશંકા જતાવી છે, સાથે જ કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ-સિક્કિમ, સૌરાષ્ટ્ર-કચ્છ, તટીય-દક્ષિણ કર્ણાટક, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

વજ્રપાત સાથે આંધીની પણ આશંકા

વજ્રપાત સાથે આંધીની પણ આશંકા

જ્યારે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગળ-સિક્કિમ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિજોરમ-ત્રિપુરામાં વજ્રપાત સાથે આંધીની પણ આશંકા છે. અહીં 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

દિલ્હી-એનસીઆરમાં હળવા વરસાદની ઉમ્મીદ

દિલ્હી-એનસીઆરમાં હળવા વરસાદની ઉમ્મીદ

દિલ્હી અને એનસીઆરમાં થોડા સમય માટે હળવા વરસાદની ઉમ્મીદ છે. સપ્તાહના અંતમાં દેશની રાજધાનીમાં થોડો સારો વરસાદ થવાની સંભાવના બની રહી છે. જો કે દિલ્હીમાં તમામ સ્થળો પર એકસાથે વરસાદ થવાની સંભાવના આ અઠવાડિયે પણ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X