• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોનુ આજે દિલ્લીમાં પ્રદર્શન, ભારે સુરક્ષા બળ તૈનાત, રાકેશ ટિકેત કસ્ટડીમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂતોએ આજે ​​દેશની રાજધાનીમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ખેડૂતોના પ્રદર્શનને જોતા સિંધુ સરહદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે હરિયાણા ટિકરી બોર્ડર પર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લી પહોંચી રહ્યા છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતને પ્રીવેન્ટીવ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કસ્ટડીમાં લીધા બાદ રાકેશ ટિકેતે ટ્વિટ કરીને લખ્યુ કે સરકારના ઈશારે કામ કરતી દિલ્લી પોલીસ ખેડૂતોના અવાજનો જવાબ આપી શકતી નથી. આ ધરપકડ નવી ક્રાંતિ લાવશે. આ સંઘર્ષ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેશે.

મળતી માહિતી મુજબ રાકેશ ટિકેતને પ્રીવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વાસ્તવમાં, રાકેશ ટિકેત દેશમાં બેરોજગારી સામેના આજના વિરોધમાં ભાગ લેવા માટે ટિકૈત જઈ રહ્યા હતા પરંતુ તેમને અધવચ્ચે જ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા ટિકેતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે દિલ્લી પોલીસ પર જોરદાર નિશાન સાધીને આરોપ લગાવ્યો કે તે સરકારના ઈશારે કામ કરી રહી છે. વળી, દિલ્લી પોલીસના એક અધિકારીનુ કહેવુ છે કે રાકેશ ટિકેતને મધુ વિહાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સાથે વાત કર્યા પછી તેમને પાછા જવા માટે વિનંતી કરવામાં આવશે.

વળી, આમ આદમી પાર્ટીએ રાકેશ ટિકેતને નજરકેદ કરવા પર જોરદાર હુમલો કર્યો છે. AAP નેતા ગોપાલ રાયે કહ્યુ કે ખેડૂત નેતા રાકેશ ટિકેત રોજગાર આંદોલન માટે જઈ રહ્યા હતા પરંતુ તેમને પોલીસે સરહદ પર જ રોકી દીધા, તે ખૂબ જ નિંદનીય છે. નોંધનીય છે કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ખેડૂત સંગઠનો આજે જંતર-મંતર પર મહાપંચાયતનુ આયોજન કરવા જઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસ એલર્ટ મોડ પર છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટિકરી બોર્ડર, મહત્વપૂર્ણ ઈન્ટરસેક્શન, રેલવે ટ્રેક, મેટ્રો સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

English summary
Heavy security amid farmers call for protest in Delhi Rakesh Tikait in custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X