For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી વારાણસીની મુલાકાતે, પોલીસની ચાંપતી નજર

પીએમ મોદી આજે તેમના જન્મદિવસના અવસરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. પીએમ મોદી વારાણસીની મુલાકાતને કારણે આજે સુરક્ષા વ્યવસ્થા ખુબ જ વધારી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી આજે તેમના જન્મદિવસના અવસરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. પીએમ મોદી વારાણસીની મુલાકાતને કારણે આજે સુરક્ષા વ્યવસ્થા ખુબ જ વધારી દેવામાં આવી છે. પીએમ મોદીની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના આવે એટલા માટે યુપી પોલીસે સુરક્ષાની પુરી વ્યવસ્થા કરી છે. આજે પોલીસ દરેક વિસ્તાર પર ચાંપતી નજર રાખશે પીએમની સુરક્ષામાં 8000 જવાનો ગોઠવવામાં આવ્યા છે. આ જવાનોની કમાન 20 આઇપીએસ અધિકારીઓને આપવામાં આવી છે.

આ પણ વાંચો: મોદી બીજી વાર પીએમ નહીં બન્યા તો દેશને મોટું નુકશાન થશે

પોલીસની ચાંપતી નજર

પોલીસની ચાંપતી નજર

પીએમ મોદીની વારાણસી મુલાકાત દરમિયાન સુરક્ષા બાબતે પોલીસની ચાંપતી નજર રહેશે. પીએમ મોદીની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓ પર નજર કરવામાં આવે તો 20 પોલીસ અધિક્ષક સાથે 30 એડિશનલ એસપી, 70 ડેપ્યુટી એસપી, 540 ઇન્સ્પેક્ટર, 18 ચોકી અધ્યક્ષ, 510 હેડ કોન્સ્ટેબલ, 3350 કોન્સ્ટેબલ, 60 મહિલા સબ ઇન્સ્પેક્ટર, 235 મહિલા કોન્સ્ટેબલ, 265 યાતાયાત પોલીસકર્મીઓ, 2500 હોમગાર્ડ ગોઠવવામાં આવ્યા છે. તેની સાથે કોઈ પણ વિકટ પરિસ્થિતિ સામે લડવા માટે પીએસી 8 કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. તેની સાથે સાથે સેન્ટ્રલ મિલેટ્રી ફોર્સની 14 કંપનીઓ પણ પીએમ મોદીની સુરક્ષામાં હાજર રહેશે.

કાશી વિશ્વનાથ મંદિર જશે

કાશી વિશ્વનાથ મંદિર જશે

વારાણસીની પોતાની બે દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરશે અને બનારસમાં ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આ પ્રવાસમાં પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાશે. કાશી વિશ્વનાથ મંદિરના દર્શન પછી પીએમ મોદી ડેરીકા ઑડિટોરિયમમાં 5000 બાળકો સાથે એક ફિલ્મ જોશે.

ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે

ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે

વારાણસી પ્રવાસ દરમિયાન પીએમ મોદી બાબતપુર-શિવપુર ફોર લેન રિંગરોડના પહેલા ચરણનું ઉદ્ઘાટન કરશે. ત્યારપછી તેઓ બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલય સાથે જોડાયેલી ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આપને જણાવી દઈએ કે વારાણસીમાં ખુબ જ જલ્દી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં આયોજન અંગે ચાલી રહેલી તૈયારીઓનું પણ પીએમ મોદી નિરીક્ષણ કરશે.

English summary
Heavy security arrangement for PM Modi Varanasi two day visit full detail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X