Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુક્રેનમાં સ્કુલની બિલ્ડિંગ સાથે ટકરાયુ હેલિકોપ્ટર, 1નુ મોત, 5 ઘાયલ, બાળકો ફસાયા હોવાની આશંકા

ધ મિરરના અહેવાલ મુજબ આ ઘટના એક નર્સરી પાસે બની હતી જ્યાં ઘણા બાળકો પણ ફસાયા હોવાની આશંકા છે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા વિડિયોમાં હેલિકોપ્ટર ટકરાયા બાદ બિલ્ડિંગ સળગી ગયેલી જોવા મળી હતી.

યુક્રેનની રાજધાની કિવ નજીકના શહેરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, યુક્રેનિયન શહેર બ્રોવરીમાં એક હેલિકોપ્ટર એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું. અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિના એક સહાયકે કહ્યું કે ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જાનહાનિની ​​તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે જ્યારે એકનું મોત થયું છે.

Ukraine

ધ મિરરના અહેવાલ મુજબ આ ઘટના એક નર્સરી પાસે બની હતી જ્યાં ઘણા બાળકો પણ ફસાયા હોવાની આશંકા છે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા વિડિયોમાં હેલિકોપ્ટર ટકરાયા બાદ બિલ્ડિંગ સળગી ગયેલી જોવા મળી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયે આજે સવારે આ વિસ્તારમાં એક પ્લેન નીચે પડવાની પુષ્ટિ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરીલો ટિમોશેન્કોએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર લખ્યું છે કે તેઓ જાનહાનિ અને સંજોગો વિશે માહિતી મેળવવા માટે કામ કરી રહ્યા છે.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, બ્રોવરી શહેરમાં કિન્ડરગાર્ટન અને રહેણાંક મકાન નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર ફાઈટર અકસ્માત સ્થળે કામ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં ઓછામાં ઓછા પાંચ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે જ્યારે હેલિકોપ્ટર પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X