ભાજપ સાંસદ હેમા માલિનીના ગોજારા અકસ્માતની તસવીરો
ભાજપ સાંસદ અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. રાજસ્થાનના પ્રવાસ પર નીકાળેલી હેમાની કાર જયપુર પાસે એક ઓલ્ટો કાર સાથે અથડાઇ હતી. જેમાં એક વ્યક્તિની મોત થઇ છે. અને હેમા માલિન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સામેથી આવતી ઓલ્ટો અને હેમા માલિનીની કાર વચ્ચે જોરદારની ટક્કર થઇ. જે બાદ હેમાની કારનું સંતુલન બગડ્યું અને સામેથી કારનો પણ કચૂંબર બોલાઇ ગયા. જો કે હેમાની કારમાં એરબેગ હોવાથી ડ્રાઇવરનો આબાદ બચાવ થયો. પણ પાછળ બેઠલી હેમાની એરબેગ ના ખૂલી અને જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ
વધુમાં ઓલ્ટોમાં બેઠલા ચાર લોકો પૈકી એક બાળકીની મોત થઇ છે. જ્યારે મહિલા અને બાળકી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ત્યારે આ ગોજારા અકસ્માતની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં...

હેમા માલિની
આ તસ્વીરમાં જોઇ શકાય છે કે હેમા માલિનીના માથા પર ઊંડો કાપ લાગ્યો છે. જો કે સદનસીબે તેમની આંખ બચી ગઇ છે.

હેમાના ડ્રાઇવરની ધરપકડ
જો કે રાજસ્થાન પોલિસે હેમા માલિનીના ડ્રાઇવર મહેશની રેસ ડ્રાઇવીંગ માટે ધરપકડ કરી છે.

હેમા માલિની
નોંધનીય છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે હેમા માલિની ડ્રાઇવરની સીટની એકદમ પાછળ બેઠી હતી

એરબેગ ના ખૂલી
જો કે હેમાની મર્સિડિઝ કારમાં ડ્રાઇવરની એરબેગ ખૂલતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો પણ પાછળ બેઠેલી હેમાની એરબેગ ના ખૂલતા તેમના માથા પર ઊંડો ધાવ આવ્યો હતો.

હોસ્પિટલ
જો કે અકસ્માત બાદ આસપાસના લોકોની મદદથી ઇજાગ્રસ્તોને અને હેમાને હોસ્પિટલ લઇ જવામાં આવી.

કાર અકસ્માત
હેમા માલિનીની મર્સિડિઝ કાર, જે સામેથી આવતી ઓલ્ટો કારને અથડાઇ. નોંધનીય છે કે ઓલ્ટોમાં ચાર લોકો સવાર હતા.

બાળકીની મોત
ઓલ્ટા કારમાં સવાર ચાર લોકોમાંથી એક બાળકીની મોત થઇ છે. અને અન્ય બે લોકો પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે.












Click it and Unblock the Notifications
