Hemant Soren: હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આજે ઝારખંડ બંધ, આ મામલે હાઈકોર્ટમાં થશે સુનાવણી

Hemant Soren Arrested: ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઝારખંડના તમામ આદિવાસી સંગઠનોએ ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે.

આદિવાસી સંગઠનોએ આ અંગે પોસ્ટર પણ જાહેર કર્યા છે, જેના પર હેમંત સોરેનની તસવીર છે. તેમનું કહેવું છે કે હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. બીજી તરફ હેમંત સોરેનની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી પણ છે.

Hemant Soren

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હેમંત સોરેનની 31 જાન્યુઆરી, 2024ની રાત્રે જમીન કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. હેમંત સોરેને ધરપકડ પહેલા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હેમંત સોરેનની અરજી પર રાંચી હાઈકોર્ટમાં સવારે 10.30 વાગ્યે સુનાવણી થઈ રહી છે. હેમંત સોરેને ઈડી દ્વારા કરાયેલી ધરપકડ સામે કોર્ટમાં રિટ અરજી કરી છે.

બીજી તરફ ઈડી પણ આજે હેમંત સોરેનને કોર્ટમાં રજૂ કરશે. ઈડી કોર્ટ પાસેથી હેમંત સોરેન માટે 16 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે. હેમંત સોરેનની જગ્યાએ ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે. ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે. ચંપાઈએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે.

ચંપાઈ સોરેને રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે. એવી અપેક્ષા છે કે ચંપાઈ સોરેન આજે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X