મુખ્યમંત્રી બન્યા બાદ હેમંત સોરેનનો મોટો નિર્ણય, મૈયા સન્માન યોજનાની રકમમાં આટલો વધારો કર્યો
ઝારખંડમાં સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રી હેમંત સોરેન એક્શનમાં આવી ગયા છે. તેમણે એક જ દિવસમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે.
ગુરૂવારે શપથ લીધા બાદ હેમંત સોરેને પ્રોજેક્ટ ભવન પહોંચીને સીએમ પદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પછી તેમણે ઘણા મોટા નિર્ણયોની જાહેરાત કરી.

મુખ્યમંત્રી સોરેને મૈયા સન્માન યોજના હેઠળ લાભાર્થીઓને ડિસેમ્બરથી દર મહિને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી છે. જણાવી દઈએ કે, આ યોજનામાં અત્યાર સુધી દર મહિને 1000 રૂપિયા અપાતા હતા.
વિધાનસભા ચૂંટણી દરમિયાન આ યોજનાની ખૂબ ચર્ચા થઈ હતી. માનવામાં આવે છે કે જેએમએમ આ યોજનાનો લાભ સીધો મહિલાઓને આપીને ફરીથી સત્તા મેળવવામાં સફળ રહી છે.
આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પાસે બાકી રહેલા 1 લાખ 36 હજાર કરોડ રૂપિયાની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પોલીસ નિમણૂક માટેની ભાવિ પરીક્ષા પ્રક્રિયાની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરાઈ છે.
1 જાન્યુઆરી 2025 પહેલા તમામ ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે JPSC, JSSC અને અન્ય પરીક્ષા કેલેન્ડર પ્રકાશિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે.
મીડિયા સાથે વાત કરતા હેમંત સોરેને કહ્યું કે, તમે બધા આજના ઐતિહાસિક દિવસના સાક્ષી બન્યા. આજે શપથગ્રહણ બાદ નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો. ત્યારબાદ અમે પ્રોજેક્ટ બિલ્ડીંગમાં આવ્યા.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર રાજ્યની આવક વધારવા માટે ઘણા સ્ત્રોતો પર કામ કરાશે. આસામમાં વર્ષોથી વસતા ઝારખંડના આદિવાસીઓ અને આદિવાસીઓની સ્થિતિ વિશે તમામ પક્ષો અને અધિકારીઓની ટીમ દ્વારા માહિતી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
