બિહારમાં મહાગઠબંધનથી કેમ અલગ થઈ JDU, નીતિશ કુમારે આપ્યું મોટું નિવેદન

બિહારમાં મહાગઠબંધનથી કેમ અલગ થઈ JDU, નીતિશે આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક કાર્યક્રમ દરમિયાન કેટલાય મુદ્દાઓ પર વાત કરી છે. આ દરમિયાન તેમણે બિહારમાં મહાગઠબંધનના સ્વરૂપથી લઈ આ ગઠબંધનથી બહાર આવવા સુધીની વાતોનો ખુલાસો કર્યો છે. નીતિશ કુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે મહાગઠબંધનથી અલગ થઈને ભાજપની સાથે મળીને સરકાર કેમ બનાવી, તેમણે આનો જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘેર્યા.

તેજસ્વી પર લાગેલ આરોપો પર રાહુલનું સ્પષ્ટ વલણ

તેજસ્વી પર લાગેલ આરોપો પર રાહુલનું સ્પષ્ટ વલણ

નીતિશ કુમારે કહ્યું કે એ સમયના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા, જેના પર પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં રાહુલ ગાંધીની 'અક્ષમતાને કારણે તેઓ ગઠબંધનથી બહાર નીકળી ગયા.' નીતિશ કુમારે એમ પણ જણાવ્યું કે તેમની પાર્ટીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટણી લડવા માટે 40 સીટ અપાવવા મહત્વની ભૂમિકા નિભાવી હતી.

રાજદની કાર્યશૈલીને કારણે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું

રાજદની કાર્યશૈલીને કારણે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું

નીતિશ કુમારે કહ્યું કે તેજસ્વી પર લાગેલ આરોપો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન પણ ન આવ્યું જેથી હું બીજા કોઈ વિકલ્પ સાથે વિચાર કરી શકું. નીતિશ કુમારે કહ્યું કે ભ્રષ્ટાચાર, અપરાધ અને સામ્પ્રદાયિકતાથી ક્યારેય કોઈ સમજૂતી નથી કરી શકતા. રાજદની કાર્યશૈલી એવી હતી કે તેની સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું.

બિહારના હિતને જોતા ભાજપની સાથે મળીને સરકાર બનાવી

બિહારના હિતને જોતા ભાજપની સાથે મળીને સરકાર બનાવી

તેમણે કહ્યું કે જેડીયૂને કારણે જ મહાગઠબંધનમાં કોંગ્રેસને 40 સીટ મળી. લાલૂ પ્રસાદ યાદવના નેતૃત્વવાળી રાજદ ક્યારેય એવું કરવા નહોતી માંગતી. નીતિશ કુમારે કહ્યું કે તેમની પાસે રાજીનામું આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. નીતિશ કુમારે કહ્યું કે, રાજીનામું આપ્યાના તુરંત બાદ ભાજપે સમર્થન આપવાનો પ્રસ્તાવ રાખ્યો અને મેં બિહારના હિતને ધ્યાનમાં રાખી તેમની સાથે હાથ મેળવી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X