Shaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો

Shaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો

નવી દિલ્હીઃ દેશમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે આપણે એવા લોકોને યાદ કરીએ છીએ જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું હતું. આ દિવસને વિશેષ રૂપે મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ યાદ કરવામાં આવે છે. કેમ કે આજના જ દિવસે 23 માર્ચ 1931ના આ મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.

bhagat singh

આ ત્રણેય પર વર્ષ 1928માં બ્રિટિશ પોલિસ અધિકારી જૉન સૈંડર્સની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઈએ કે સૈંડર્સને બ્રિટિશ પોલીસ અધીક્ષક જેમ્સ સ્કૉટ સમજીને માર્યો હતો. લાઠીચાર્જનો આદેશ આપનાર સ્કૉટ જ હતો. આ લાઠીચાર્જના કારણે લાલા લજપતરાયનું નિધન થઈ ગયું હતું. દેશ માટે મર મિટનારાઓનું જ્યારે પણ નામ લેવામાં આવે છે તો તેમાં સૌથી ઉપર ભગત સિંહ, સુખદેવ અને રાજ્યગુરુને યાદ કરવામાં આવે છે. જેમણે બહુ ઓછા સમયમાં પોતાનું જીવન દેશ માટે ન્યોછાવર કરી દીધું હતું.

જ્યારે અંગ્રેજોનો અત્યાચાર વધી રહ્યો હતો ત્યારે સૌથી પહેલા લાહોરમાં સૈંડર્સને ગોળી મારી હત્યા કરવામાં આવી. જે બાદ પબ્લિક સેફ્ટી અને ટ્રેડ ડિસ્ટ્રીબ્યૂટ બિલના વિરોધમાં ભગત સિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. જો કે તેમનો ઉદ્દેશ્ય માત્ર અંગ્રેજો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો હતો ના કે કોઈને મારવાનો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભગત સિંહે કહ્યું હતું કે, જો બહેરાઓને સાંભળવા છે તો અવાજ બહુ જોરદાર હોવો જોઈએ. જ્યારે અમે બોમ્બ ફેંક્યો હતો, ત્યારે કોઈને મારવાનો ઉદ્દેશ્ય નહોતો. અમે અંગ્રેજી હકુમત પર બોમ્બ ફેંક્યો હતો. અંગ્રેજોએ ભારત છોડવું જોઈએ અને આઝાદ કરવા જોઈએ.

આ ત્રણેય શહીદ ક્રાંતિકારી દેશના યુવાઓ માટે માત્ર તે સમયે જ નહિ બલકે આજે પણ પ્રેરણા સ્રોત છે. બ્રિટિશ હુકુમતથી સામે બાથ ભિડનાર ત્રણ મહાન ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે, જેથી તેમના બલિદાનને દેશ હંમેશા યાદ રાખે. તેમણે સ્વતંત્રતા માટે પોતાનો રસ્તો ખુદ બનાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X