For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણે એમ જે અકબર સામે કાર્યવાહી નહિ કરે મોદી સરકાર!

કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત દબાણ વધી રહ્યુ છે કે એમ જે અકબર સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ પક્ષને એ વાતનો ડર છે કે જો આમ કરવામાં આવશે તો આ પ્રકારના તમામ મામલા સામે આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર જે રીતે તમામ મહિલા પત્રકારોએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે તે બાદ સતત તે સવાલોથી ઘેરાયેલા છે. કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત દબાણ વધી રહ્યુ છે કે એમ જે અકબર સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ પક્ષને એ વાતનો ડર છે કે જો આમ કરવામાં આવશે તો આ પ્રકારના તમામ મામલા સામે આવી શકે છે જેમાં લોકો પર આરોપ લાગે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી શકે છે.

કાર્યવાહી નહિ કરવાનું કારણ

કાર્યવાહી નહિ કરવાનું કારણ

આ જ કારણ છે કે મી ટુ અભિયાન હેઠળ જે રીતે એમ જે અકબર સામે આરોપ લાગ્યા અને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી તેમછતાં એમ જે અકબરનો વિદેશ પ્રવાસ ખતમ કરવામાં આવ્યો નહિ. સરકારના અંદરના સૂત્રોનું કહેવુ છે કે જો એમ જે અકબરને તેમના પદ પરથી હટાવવામાં આવે તો આ પ્રકારના અન્ય આરોપ પણ લાગી શકે છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી શકે છે. એટલુ જ નહિ પક્ષને એ પણ ડર છે કે જો એમ જે અકબર સામે કાર્યવાહી કરવામાં આવે તો નેતાઓનું બ્લેકમેઈલિંગ શરૂ થઈ શકે છે. વિપક્ષ તમામ નેતાઓને બ્લેકમેલ કરી શકે છે અને તેમની છબી બગાડી શકે છે.

આ પણ વાંચોઃ માતા-પિતાની એ લત જે આરોગ્ય માટે હાનિકારક છેઆ પણ વાંચોઃ માતા-પિતાની એ લત જે આરોગ્ય માટે હાનિકારક છે

અધિકૃત ફરિયાદ નોંધાઈ નથી

અધિકૃત ફરિયાદ નોંધાઈ નથી

જોવા જેવી વાત એ છે કે એમ જે અકબર સામે અધિકૃત રીતે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને સોશિયલ મીડિયા પર તેમની સામે ચાલી રહેલા અભિયાનને કોર્ટમાં પડકારી શકાતો નથી. એક પૂર્વ પત્રકારે કહ્યુ કે લોકો શરાબ પીતી વખતે એકબીજા સાથે વાત કરે છે અને યૌન શોષણના 20 વર્ષ જૂના મામલે ચર્ચા કરે છે. આમાં કોઈ તર્ક નજર આવતો નથી. સૂત્રોનું માનવુ છે કે જો ઉતાવળે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો આનાથી પક્ષ અને સરકારની છબીને નુકશાન પહોંચી શકે છે.

નહિ થાય કાર્યવાહી

નહિ થાય કાર્યવાહી

એમ જે અકબર અંગે પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. એક જૂથ ઈચ્છે છે કે એમ જે અકબર સામે કાર્યવાહી થાય જ્યારે બીજા જૂથનું કહેવુ છે કે એમ જે અકબર પર લાગેલા આરોપોને સાબિત નથી કરી શકાતા. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મામલાની તપાસની વાત કહી હતી. જ્યારે સ્મૃતિ ઈરાનીનું કહેવુ છે કે આ મામલે એમ જે અકબરે જવાબ આપવો જોઈએ. સૂત્રોની માનીએ તો સરકાર તેમની સામે કોઈ કાર્યવાહી નહિ કરે કારણકે મંત્રી તરીકે તેમના કામ પર કોઈ સવાલ ઉભા નથી થયા. એડિટર તરીકે સરકારનું એમ જે અકબર સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચોઃ Me Too ના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધીઃ ‘હવે બદલાવનો સમય આવી ગયો છે'આ પણ વાંચોઃ Me Too ના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધીઃ ‘હવે બદલાવનો સમય આવી ગયો છે'

English summary
Here is why Modi government will not take action against MJ Akabar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X