કસાબની ફાંસી બાદ ભારત-પાક બોર્ડર પર હાઇ એલર્ટ
આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ચાલી રહેલ બેઠકમાં પ્રત્યેક રાજ્યના ગૃહમંત્રીને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં વહિવટી તંત્રને તૈયાર રાખવામાં આવે જેથી કોઇ પ્રકારની અઘટિત ઘટનાથી બચી શકાય.
અજમલ કસાબની ફાંસી બાદ કહેવામાં આવ્યું છે કે આ આખી દુનિયા માટે જવાબ છે કે અમે દેશ વિરૂદ્ધ કોઇ આતંકી હિલચાલને સહન કરીશું નહી. ભારત પાકિસ્તાન બોર્ડર પર હાઇ એલર્ટ બાદ મોટા શહેરોમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
અજમલ કસાબને ફાંસી આપનાર યરવડા જેલના અધિકારીઓનું કહેવું છે કે તેને ફાંસી પહેલાં કોઇ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી ન હતી. ફાંસી આપવાની વાતને કારણે તે તણાવમાં હતો અને પરેશાન જોવા મળતો હતો. તેને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેને જવાબ આપવાની ના પાડી દિધી હતી. તેની આંખોમાં મોતનો ભય જોવા મળતો હતો. તે મરવા માંગતો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે તેને ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પણ દાખલ કરી હતી. પરંતુ તેને કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી.