For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ઘુસ્યા લશ્કરના 6 આતંકીઓ, તામિલનાડુમાં હાઈ એલર્ટ

એક મોટો સમાચાર તમિળનાડુથી આવી રહ્યા છે, જ્યાં લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદીઓ ઘૂસી ગયા છે

|
Google Oneindia Gujarati News

એક મોટો સમાચાર તમિળનાડુથી આવી રહ્યા છે, જ્યાં લશ્કર-એ-તૈયબાના 6 આતંકવાદીઓ ઘૂસી ગયા છે, સુરક્ષા એજન્સીઓએ ચેતવણી જારી કરી હતી કે, બધા આતંકીઓ શ્રીલંકાથી તમિલનાડુના કોઈમ્બતુરમાં પ્રવેશ્યા છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક અને 5 શ્રીલંકાના તમિળ છે. આ ચેતવણી બાદ ચેન્નઈ સહિત અનેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

lashkar terrorists

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદીઓ શ્રીલંકા થઈને ભારત પ્રવેશ્યા છે. આ 6 આતંકીઓમાં એક પાકિસ્તાની અને શ્રીલંકાના તમિળ આતંકવાદી છે. આ બધા આતંકવાદીઓ મુસ્લિમ છે પણ તેઓએ હિન્દુઓની જેમ પોશાક પહેર્યો છે. લશ્કર આતંકવાદીઓએ તિલક અને ભભૂત લગાવી રાખ્યા છે. ચેતવણીને ધ્યાનમાં રાખીને રાજધાની ચેન્નઇ સહિત સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે.

આઈબી ઘ્વારા પહેલા પણ સાવધાન કરવામાં આવ્યા છે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી જ દેશની ગુપ્તચર એજન્સીએ હાઈએલર્ટ જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કાશ્મીર ખીણના ઘણા રાજ્યોમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આ આતંકવાદીઓને આઈબીના તાજેતરના ઇનપુટના આધારે આતંકવાદી હુમલા કરવામાં મદદ કરી રહી છે. આ આતંકી હુમલો સેના, પોલીસ સહીત અન્ય સુરક્ષા એજેન્સીઓ પર પણ થઇ શકે છે. રાજ્યોમાં આ હાઈએલર્ટ આપવામાં આવ્યું હતું, તેમાં દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વિંગ કમાંડર અભિનંદનના શૌર્ય પર બનશે ફિલ્મ 'બાલાકોટ', વાયુસેનાએ વિવેક ઑબેરોયને આપી અનુમતિ

English summary
High Alert In Tamilnadu after intel of lashkar terrorists intrusion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X