મુંબઇ પોલીસે સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ, દેહવેપારમાં જૂનિયર આર્ટિસ્ટ પણ સામેલ

પોલીસે શનિવારે માનવ તસ્કરી વિરોધી શાખાની સાથે મળીને મીરા રોડ પર રેડ પાડી. આ દરમિયાન પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી. તેમાંથી એક બૉલીવુડની જૂનિયર કલાકારો માટે એજન્ટ તરીકે કામ કરતી હતી. પોલીસે એજન્ટો પાસેથી કોન્ડોમ અને 3000 રૂપિયા રોકડા પ્રાપ્ત કર્યા હતા.
આરોપીઓમાં એકની ઓળખ ભયંદરની રહેવાસી યાસમીન શેખ અને નયગાંવની રહેવાસી પ્રજ્ઞા સાવેના રૂપમાં થઇ છે. જ્યારે એજન્ટની ઓળખ મીરા રોડ પર રહેનાર રૂબીના શેખના રૂપમાં થઇ છે.
રિપોર્ટ અનુસાર પોલીસે આઠ જૂનિયર મહિલા કલાકારોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર જૂનિયર આર્ટિસ્ટની ઉંમર 20થી 26 વર્ષની છે અને આ ગ્રાહકો પાસેથી એક દિવસ માટે 20 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી પોતાના ફોનના માધ્યમથી સેક્સ રેકેટ ચલાવતી હતી અને તેના પર શંકા ન જાય તેથી તે ગ્રાહકો સાથે ડીલ સાર્વજનિક સ્થળો પર કરતી હતી. પોલીસે રૂબિના પાસેથી બૉલીવુડ સંપર્કના વિશે પૂછપરછ કરી રહી છે.












Click it and Unblock the Notifications
