PM મોદીએ રાજ્યોના CM સાથે કરી ચર્ચા, જાણો બેઠકની મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સંકટ સામે લડવા માટે આજે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. ચાલો જાણીએ આ બેઠકની મોટી વાતો -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સંકટ સામે લડવા માટે આજે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી. આ દરમિયાન પ્રધાનમંત્રીઓએ તેમના રાજ્યોની સ્થિતિ જાણી. સાથે જ લૉકડાઉન વિશે પણ ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીઓએ આર્થિક ગતિવિધિઓને શરૂ કરવાની જરૂરિયાત પર જોર આપ્યુ. સાથે જ અમુક પ્રતિબંધોને ચાલુ રાખવાની વાત કહી. ચાલો જાણીએ આ બેઠકની મોટી વાતો -

- બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે સામૂહિક પ્રયાસનો લાભ દેખાઈ રહ્યો છે. લૉકડાઉનનો આપણને લાભ મળી રહ્યો છે.
- પીએમે કહ્યુ કે બીજા દેશોના મુકાલબલે ભારત સારી સ્થિતિમાં છે.
- પીએમે લૉકડાઉન પર રાજ્યોને સંયમનો મંત્ર પણ આપ્યો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા.
- આ દરમિયાન 3 મેનો રોજ સમાપ્ત થતા લૉકડાઉન 2.0 બાદ એક્ઝીટ રૂટ વિશે વાત થઈ.
- મોટાભાગના રાજ્ય 3 મે બાદ પણ પ્રતિબંદ ચાલુ રાખવા ઈચ્છે છે પરંતુ આ દરમિયાન ઘણા મોરચે છૂટ પણ ઈચ્છે છે.
- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આંતરરાજ્ય યાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે આ પ્રતિબંધોને અન્ય રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ જ હટાવવા જોઈએ.મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યુ કે રાજ્યોને 3 મે બાદ પણ લૉકડાઉન ચાલુ રાખવુ જોઈએ. આ દરમિયાન રાજ્યો અને જિલ્લાઓની અંદર અવરજવર પર પ્રતિબંધ હોવો જોઈએ.
- બેઠક દરમિયાન જરૂરી અને મેડીકલ સેવાઓ પર છૂટની વાત પણ કહેવામાં આવી.પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કેન્દ્રને પીપીઈ કિટ અને અન્ય ચિકિત્સા ઉપકરણ આપવાની માંગ કરી.
- ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યુ કે અર્થવ્યવસ્થાને તત્કાલ પુનર્જીવિત કરવી જોઈએ. વેપારને તબક્કાવાર રીતે શરૂ કરવુ જોઈએ.
- બધી જરૂરી સાવચેતીઓ રાખવી જોઈએ અને આપણે સ્થિતિને સામાન્ય બનાવીને લોકોના જીવનને સરળ બનાવવાની યોજના બનાવવી જોઈએ. અર્થવ્યવસ્થાને પુનરુદ્ધાર આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે.
- ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લૉકડાઉન માટે રાષ્ટ્રીય માનક સંચાલન પ્રક્રિયાની માંગ કરી છે.જેથી આનાથી અર્થવ્યવસ્થાનો ચાલુ કરવાના ઉપાયોની શરૂઆત કરવામાં મદદ મળે.
- ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ કેઆપણે સાર્વજનિક સમારંભો, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને સંપૂર્ણપણે બંધ રાખવી જોઈએ.
- આર્થિક ગતિવિધિઓને માત્ર રાજ્યની અંદર શરૂ કરવી જોઈએ.બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ શામેલ થયા. તેમણે કહ્યુ કે પોલિયો અભિયાનની જેમ ડોર ટુ ડોર સ્ક્રીનિંગ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
