For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mann Ki Baat કાર્યક્રમમાં કારગિલથી લઇ કોરોના પર પીએમ મોદીએ વાત કરી

Mann Ki Baat કાર્યક્રમમાં કારગિલથી લઇ કોરોના પર પીએમ મોદીએ વાત કરી

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશના નાગરિકોને સંબોધિત કર્યા. પોતાના આ રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ આજે કારગિલ વિજય દિવસ હોય આ યુદ્ધના હીરોને યાદ કર્યા અને શહીદોના પરિજનોને નમન કર્યું. પીએમ મોદીએ આની સાથે જ પાકિસ્તાન પર આકરો પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાને ભારતની દોસ્તીનો જવાબ પીઠ પર ખંજર ભોંકવાની કોશિશ કરીને આપ્યો જે બાદ આખી દુનિયાએ ભારતીય જવાનોની વીરતા જોઇ. સાથે જ પીએમ મોદીએ કોરોના વાયરસના કહેર પર પણ વાત કરી. અહીં સંક્ષિપ્તમાં જાણો પીએમ મોદીના ભાષણની દરેક વાતો.

pm modi
  • કારગિલ દિવસ પર પીએમ મોદીએ સૌથી પહેલા પાકિસ્તાન પર નિશાન સાધ્યું. મોદીએ કહ્યું કે દુષ્ટનો સ્વભાવ જ હોય છે કારણ વિના દુશ્મની બનાવવાનો, હિત કરનારા વિશે પણ ખરાબ વિચારવું. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને પીઠ પાછળ ખંજર ભોંક્યું હતું.
  • આજના દિવસે જ કારગીલ યુદ્ધમાં આપણી સેનાએ ભારતની જીતનો ઝંડો ફરકાવ્યો હતો. કારગિલ યુદ્ધ જે પરિસ્થિતિમાં થયું તેને ભારત ક્યારેય નહિ ભૂલે.
  • ભારતીય સેનાના પરાક્રમ અને હોસલાની જીત થઇ. મને પણ કારગિલ જવાનું સૌભાગ્ય મળ્યું હતું જે મારા જીવનની મહત્વપૂર્ણ ક્ષણમાની એક હતી.
  • પીએમ મોદીએ કહ્યું કે કારગિલ યુદ્ધના સમયે અટલજીએ લાલકિલ્લેથી જે કહ્યું હતું તે આજે પણ પ્રાસંગિક છે. અટલીએ દેશને ગાંધીજીના મંત્રની યાદ અપાવી હતી. અટલજીએ કહ્યું હતું કે કોઇપણ મહત્વપૂર્ણ ફેસલો લેતા પહેલા આપણે વિચારવું જોઇએ કે શું આપણું આ પગલું સૈનિકના સન્માન મુજબ છે, જેમણે દુર્ગમ પહાડીઓ પર શહાદત આપી હતી.
  • પીએમ મોદીએ કોરોના વાયરસને લઇને પણ વાત કરી. તેમણે કહ્યું કે આખા દેશે એકજુટ થઇ જેવી રીતે કોરોનાનો મુકાબલો કર્યો છે, તેણે અનેક આશંકાઓને ખોટી સાબિત કરી છે. આપણા દેશમાં રિકવરી રેટ કેટલાય દેશોથી વધુ છે અને મૃત્યુદર ઘણો ઓછો છે. કોરોનાનો ખતરો ટળ્યો નથી, આપણે સતર્ક રહેવાની જરૂરત છે.
  • પીએમ મોદીએ કહ્યું કે કોરોના વોરિયર્સ માસ્ક પહેરી કલાકો સુધી સતત આપણા બધાના જીવન બચાવવા માટે મહેનત કરી રહ્યા છે, જો તમારે માસ્ક પહેરવામાં તકલીફ થતી હોય તો તેનું સ્મરણ કરો.
English summary
highlights of PM MOdi's mann ki baat program in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X