For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ કેજરીવાલ પર મરચાનો પાવડર ફેંકનાર વ્યક્તિની માનસિક હાલત ઠીક નથી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાનો પાવડર ફેંકનાર આરોપી અનિલ કુમાર શર્મા વિરુદ્ધ દિલ્હી પોલીસ આખા મામલે પૂછપરછ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાનો પાવડર ફેંકનાર આરોપી અનિલ કુમાર શર્મા વિરુદ્ધ દિલ્હી પોલીસ આખા મામલે પૂછપરછ કરી રહી છે. શરૂઆતી પૂછપરછ પછી આરોપી અનિલ શર્મા અંગે દિલ્હી પોલીસનું નિવેદન પણ આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલને ધમકી આપવાને કારણે સ્પેશ્યલ સેલ અને ઇન્ટેલિજન્સ બ્યુરો ઘ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન જાણવામાં આવ્યું કે આરોપીની દિમાગી હાલત ઠીક નથી.

આ પણ વાંચો: સચિવાલયમાં કેજરીવાલ પર હુમલો, મરચાનો પાવડર ફેંકી ગોળી મારવાની ધમકી આપી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ચહેરા પર મરચાનો પાવડર ફેંક્યો હતો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ચહેરા પર મરચાનો પાવડર ફેંક્યો હતો

સીએમ અરવિંદ કેજરીવાલ પર આ હુમલો ત્યારે થયો જયારે બપોરે લગભગ 2.10 વાગ્યે મુખ્યમંત્રી પોતાની ઓફિસની બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યકતિ તેમની પાસે આવ્યો અને વાતચીત દરમિયાન પગે લાગવા માટે ઝૂક્યો. ત્યારપછી તેને અરવિંદ કેજરીવાલના ચહેરા પર મરચાનો પાવડર ફેંકી દીધો. આ હુમલામાં સીએમ કેજરીવાલના ચશ્મા પણ તૂટી ગયા.

આમ આદમી પાર્ટીએ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો

આમ આદમી પાર્ટીએ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો

અરવિંદ કેજરીવાલ પર હુમલાનો ઉલ્લેખ કરતા આમ આદમી પાર્ટીએ ટવિટ કર્યું કે દિલ્હી પોલીસથી સુરક્ષામાં ગંભીર ચૂક થઇ છે. એટલે સુધી કે મુખ્યમંત્રી પણ દિલ્હીમાં સુરક્ષિત નથી. કેજરીવાલ પર આ કોઈ પહેલો હુમલો નથી. આ પહેલા પણ તેમના પર સ્યાહી, બુટ, ચપ્પલ ફેંકવામાં આવી ચુક્યા છે.

ભાજપે કહ્યું કે કેજરીવાલે જ પોતાના પર હુમલો કરાવ્યો

ભાજપે કહ્યું કે કેજરીવાલે જ પોતાના પર હુમલો કરાવ્યો

આ હુમલા પછી આમ આદમી પાર્ટી પ્રવક્તા સૌરભ ભારદ્વાજ અને રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફ્રન્સમાં આ હુમલાની નિંદા કરી. તેમને આ હુમલા અંગે ભાજપ પર પ્રહાર કર્યા. જયારે ભાજપ ઘ્વારા પલટવાર કરતા જવાબ આપવામાં આવ્યો કે અરવિંદ કેજરીવાલે જ પોતાના પર હુમલો કરાવ્યો છે. સીએમ કેજરીવાલ પર મરચાનો પાવડર ફેકવાને કારણે દિલ્હીની રાજનીતિ ગરમાઈ ચુકી છે.

English summary
Chilli powder attack on arvind kejriwal, police says man mentally unstable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X