અહીં ઇન્ટરકાસ્ટ મેરેજ કરનારને મળે છે 75000નું ઇનામ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે એક વિશેષ યોજના અંતર્ગત આંતર જ્ઞાતિય વિવાહ કરનારા યુગલોને આપવામાં આવતી પ્રોત્સાહન રકમ રૂપિયા 25,000થી વધારીને રૂપિયા 75,000 કરી દીધી છે. હિમાચલ પ્રદેશ સરકારે ઉઠાવેલા આ પગલાંથી રાજ્યમાં આંતરજ્ઞાતીય લગ્નોમાં વધારો જોવા મળી રહ્યો છે.
પાછલા ચાર વર્ષોમાં અહીં કુલ 1,113 આંતરજ્ઞાતિય લગ્નો થયા છે. વર્ષ 2009-10માં 232, વર્ષ 2010-11માં 300, વર્ષ 2011-12માં 304 અને વર્ષ 2012-13માં 277 લગ્નો નોંધાયા છે.
હિમાચલ પ્રદેશમાં વર્ષ 1994માં પ્રથમવાર આ યોજના શરૂ કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર પ્રોત્સાહન રકમ વધારવાના પરિણામસ્વરૂપ રાજ્યમાં વિવિધ જ્ઞાતિઓની વચ્ચે વધી રહેલું અંતર દૂર કરવામાં સફળતા મળી રહી છે. જો કે આ પ્રોત્સાહન રકમ નીચલા વર્ગની યુવતીને વધુ કે નીચલા વર્ગના યુવકને વર તરીકે સ્વીકારવામાં આવે તો જ મળે છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના અધિક નિર્દેશનના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર અનુસૂચિત જાતિના ભલા માટે આવી અન્ય યોજનાઓ લાવવાની દિશામાં કામ કરી રહી છે. રાજ્યમાં કુલ 7 કરોડ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની વસતી છે.












Click it and Unblock the Notifications
