હિમાચલ પ્રદેશના નવા CM પર આજે શિમલામાં યોજાનારી ધારાસભ્ય દળની મહત્વની બેઠકમાં લેવાશે નિર્ણય
વીરભદ્રસિંહના નિધન બાદ પાર્ટી સામે નવા સીએમનો નિર્ણય કરવાનુ ઘણુ પડકારજનક દેખાઈ રહ્યુ છે. આજે યોજાનારી મહત્વની બેઠકમાં સીએમ ફેસનુ એલાન કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બહુમત સાથે જીત મેળવી લીધી છે. કોંગ્રેસને 68માંથી 40 બેઠકો પર વિજયનો ઝંડો લહેરાવ્યો છે. ભાજપને માત્ર 25 સીટો પર જીત મળી છે. હિમાચલ પ્રદેશમાં દરેક વિધાનસભા ચૂંટણીમાં સરકાર બદલવાનો રિવાજ જળવાઈ રહ્યો. કોંગ્રેસે ચૂંટણીમાં મળેલી સફળતા બાદ હવે સરકારની રચના પર કામ શરુ કરી દીધુ છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ કોને મુખ્યમંત્રી બનાવશે તેના પર હવે અટકળો શરુ થઈ ગઈ છે. વીરભદ્રસિંહના નિધન બાદ પાર્ટી સામે નવા સીએમનો નિર્ણય કરવાનુ ઘણુ પડકારજનક દેખાઈ રહ્યુ છે. આજે યોજાનારી મહત્વની બેઠકમાં સીએમ ફેસનુ એલાન કરવામાં આવશે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મુખ્યમંત્રી પદની રેસની દોડમાં સૌથી આગળ જણાવામાં આવી રહ્યા છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુક્ખુ અને વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મુકેશ અગ્નિહોત્રી પણ દોડમાં સામેલ હોવાનુ જણાવાઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક શિમલામાં યોજાશે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષને ધારાસભ્ય દળ (CLP)ના નેતાની પસંદગી માટે અધિકૃત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવી શકે છે. આ પહેલા પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને ચંદીગઢ બોલાવ્યા હતા પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ કાર્યક્રમ બદલાયો હતો. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યુ કે પરિણામ આવ્યા બાદ નક્કી કરવામાં આવ્યુ છે કે શુક્રવારે શિમલામાં એક બેઠક યોજાશે, જેમાં વિધાનમંડળના નેતાની પસંદગી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હિમાચલના સીએમની પસંદગીની જવાબદારી રાજ્યના બે નિરીક્ષકોને આપવામાં આવી છે, જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા ભૂપિંદર હુડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ બંને નેતાઓ અને કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લા નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરશે . એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ બંને વરિષ્ઠ નેતા ધારાસભ્યોની બેઠકમાં પણ હાજરી આપી શકે છે. તમને જણાવી દઈએ કે રાજકીય ગલીઓમાં નવા મુખ્યમંત્રી માટે પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહનુ નામ આગળ ચાલી રહ્યુ છે. પ્રતિભા સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની છે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા વીરભદ્ર સિંહે સીએમ પદ માટે ચાલી રહેલી ખેંચતાણને હવા આપવાનુ કામ કર્યુ હતુ. તેમણે ગુરુવારે એક નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે જો કે તમામ ધારાસભ્યો એકસાથે તેમના નેતાને પસંદ કરશે પરંતુ હું કહેવા માંગુ છુ કે આ ચૂંટણી વીરભદ્ર સિંહના નામ પર લડવામાં આવી હતી, તો શું તેમના પરિવારના વારસાને અવગણી શકાય? આ દરમિયાન પ્રતિભા સિંહે એમ પણ કહ્યુ હતુ કે જો કે તે પોતાને સીએમ પદની રેસમાં નથી માનતા. તમને જણાવી દઈએ કે જો પ્રતિભા સિંહ રાજ્યના નવા સીએમ બનશે તો હિમાચલમાં પહેલીવાર કોઈ મહિલા મુખ્યમંત્રી બનશે.
આ ઉપરાંત પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય પણ શિમલા ગ્રામીણથી ધારાસભ્ય બન્યા છે. તેમને પણ મુખ્યમંત્રી પદ માટે રેસમાં આગળ માનવામાં આવે છે. વિક્રમાદિત્યએ કહ્યુ હતુ કે હું મારી માતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગીશ પરંતુ આ અંગે નિર્ણય ચૂંટણી જીતનારા ઉમેદવારો અને હાઈકમાન્ડ તરફથી લેવામાં આવશે. તેમણે એ પણ દાવો કર્યો કે તેમના પિતાના વારસાએ પાર્ટીને સ્પષ્ટ જનાદેશ આપવામાં મદદ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ કોંગ્રેસ માટે એક એવા નેતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ચૂંટવા પડકારરુપ રહેશે જે પાર્ટીને આગળ લઈ જવા સાથે એકજૂટ રાખી શકે. આ દરમિયાન કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લાનુ કહેવુ છે કે પાર્ટીને જીતાડવા માટે પ્રિયંકા ગાંધીએ પણ જોરદાર પ્રચાર કર્યો હતો માટે સીએમનો ચહેરો નક્કી કરવામાં ગાંધી પરિવારની પણ મોટી ભૂમિકા રહેશે.












Click it and Unblock the Notifications
